બસ ખીણમાં ખાબકતા ૨૦ લોકોના મોત ઃ૧૫ ઘાયલ બાલિસ્તાનના મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં એક બસ ખાઈમાં પડી જવાની દુર્ઘટના બની છે જેમાં ૨૦ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાવલપિંડીથી હુનઝા જઈ રહેલી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમવતા આ દુર્ઘટના ઘટી હતી.

ગમખ્વાર અકસ્માત દાઈમર જિલ્લાના કારાકોરમ હાઈવે પર થયો હતો. જાેકે બસમાં કેટલા મુસાફરો હાજર હતા, તે અંગેનો કોઈ જ આંકડો હજી મળ્યો નથી.

અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૫ જેટલા લોકોને હાલ ચિલાસમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેવામાં આવી રહ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

ઘણા લોકોને ગંભીર ઈજા થવાને કારણે દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધે તેવી શક્યતા છે. ગીલજીત બાલિસ્તાનના મુખ્યમંત્રી હાજી ખાને દુર્ઘટના બાબતે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોને તાત્કાલિક મદદ કરવાના પણ આદેશ આપ્યા છે. ગીલજીત-બાલિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારુકે જણાવ્યું હતું કે ચીલાસ હોસ્પિટલમાં આ દુર્ઘટના પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution