આજે સવારે ચૂંટણીના મતદાનની ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન સવારે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ બટાકા પૌઆ ખાધા બાદ ફૂડ ફતેગંજ સૂર્યનગર ઝૂંપડપટ્ટી વિસ્તરશમાં રહેતા શ્રમજીવી પરિવારન ના ૨૦ થી વધું બાળકો અને યુવાનો ની ફૂડ પોઈઝનિંગ ની અસર થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. ચૂંટણી દરમિયાન સયાજી હોસ્પિટલમાં માસ કેઝયુલીટી આવી પહોંચતાં અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આજે તારીખ સાતમી ના રોજ સમગ્ર શહેર તેમજ જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનની પ્રક્રિયા ચાલુ હતી તે સમય દરમિયાન આજે સવારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સૂર્ય નગર ઝુપડપટ્ટી નવાયાર્ડ વિસ્તારમાં આવેલ માઇ કૃપા સ્કૂલ પાસે ઇલેક્શન ના સમય દરમિયાન સંસ્થા દ્વારા નાસ્તાના ભાગરૂપે આપવામાં આવેલા બટાકા પૌવા ખાધા ના થોડાક સમય બાદ ૨૦ થી વધુ શ્રમજીવીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર એક ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તાત્કાલિક વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના અંગે શ્રમિક ગીતાબેને જણાવ્યું હતું કે, આ તમામ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જ્યાં વોટીંગ ચાલતું હતું, ત્યાંથી પૌવા ખાધા હતા. છોકરાઓને તે બાદ એક પછી એક ઉપકા સાથે ઉલટીઓ શરૂ થઈ હતી.જેમાં ૨૦ થી વધુ લોકો હતા.આ બનાવ સંદર્ભે અસર ગ્રસ્તોને લઈને આવેલા લેબર કોન્ટ્રાક્ટર ટોલીયા કરીમીયા ભુરીયાએ આ અંગે જણાવ્યું હતું કે સવારમાં શ્રમિકો કામ પર જતા હતા. તે દરમિયાન કોઈએ બટાકા પૌવા આપ્યા હતા. અને જે લોકોએ બટાકા પૌવા ખાધા હતા, તે તમામને અસર થઈ છે. જેમાં ૨૦થી વધુ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જેમાં અભિલાષા, મહેસાણા વિસ્તરમાં આ બનાવ બન્યો છે. આ પૌઆ કોણે આપ્યા તે ખબર નથી. પરંતુ તે ખાધા બાદ મજૂરોને અસર થઈ છે. આ તમામ શ્રમિકો છુટક કામગીરી કરે છે. કયા રાજકીય પક્ષે ખવડાવ્યા તે ખબર નથી પરંતુ કોઈએ બટાકા પૌઆ ખવડાવે છે.
તેમ જણાવ્યું હતું. આ તમામ ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ૨૦ થી વધુ શ્રમિકોને લાવવામાં આવ્યા હતા .જેમાં કેટલાક બાળકો વોમેટિંગ અને પેટમાં બળતરા થતી હતી. હોસ્પિટલના ફરજ પર હાજર તબીબોએ તમામ અસરગ્રસ્ત બાળકોની સારવાર કરતા હાલના તબક્કે તમામની સ્થિતિ સારી સ્ટેબલ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓ
બબલુ ભાઈ અલ્લુ ભાઈ સંગાડીયા (ઉ.૧૮), આણંદ ભાઈ વિનું ભાઈ માલી (ઉ.૧૦), વિકાસ પ્રકાશભાઈ ભુરીયા (ઉ.૧૩), મોનિકા નટુભાઈ ડામોર (ઉ.૨૦), અજય રાજીયા ગાર્ગી (ઉ.૧૬), દલાબેન પ્રકાશભાઈ ભુરીયા (ઉ.૩૪), મીરા પ્રકાશ ભાઈ ભુરીયા (ઉ.૧૮) સહિત ૨૦ થી વધુ અસરગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા જેમાં નાના બાળકોનો સમાવેશ થાય છે.