હાલોલ નગરના સ્ટેશન રોડ પર ટ્રકે બાઇકને ટક્કર મારતા ૨ યુવાનો ઈજાગ્રસ્ત


હાલોલ, તા.૦૭

હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આજે રવિવારે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં બાઈક અને એક તોતિંગ લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઇ હતી જેમાં વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતા ચેતનભાઇ ડામોર અને ઠાસરા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઠાકોર એમ બન્ને મિત્રો બાઈક પર બેસીને હાલોલ શહેરના સ્ટેશન રોડ ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈક કારણસર એકાએક તેઓની બાઈક બેકાબુથી ટ્રક સાથે અથડાઈ હતી અને ટ્રકની સાથે અથડાઈ ધડાકાભેર બાઈક રોડ પર પછડાઈ બાઇક ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી જેમાં બાઈક સહિત રોડ પર પછડાયેલા ચેતનભાઇ ડામોર અને ધર્મેન્દ્રસિંહ ઠાકોરને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં અકસ્માત જાેઈ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા જેમાં કોઈ એક જાગૃત વ્યક્તિએ બનાવને લઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી બંને ઈજાગ્રસ્ત મિત્રોને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યાં તેઓની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ બંને મિત્રો ચેતન ડામોર અને ધર્મેન્દ્રસિંહ ઠાકોરને વધુ સારવારની જરૂર જણાતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution