રાજકોટ-
રંગીલા રાજકોટમાં લોકો હવે નશીલા પદાર્થના રવાડે ચડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ દ્વારા બે અલગ-અલગ જગ્યાએથી ગાંજો અને ચરસ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ 2 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજકોટના ગંજીવાળા વિસ્તારમાંથી એક ઈસમ ગાંજો સાથે ઝડપાયો છે. જ્યારે ભગવતીપરા મેઈન રોડ પર આવેલા મઢુલી હોટેલ નજીકથી બીજો ઈસમ 330 ગ્રામ ચરસ સાથે ઝડપાયો છે. જ્યારે આ બન્ને ઇસમોને રાજકોટ SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની ટિમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ગંજીવાળા મેઈન રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડ નજીક મહેબૂબ અયુબભાઈ શાહમતદાર નામનો ઈસમ અહીંથી પસાર થતા SOGની ટિમ દ્વારા તેની ઝડતી લેવામાં આવી હતી. જેમાં તેની પાસેથી 1 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. જેની કિંમત 10 હજાર છે. જેને લઇને રાજકોટ થોરાળા પોલીસ દ્વારા ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઇ છે.