ગાંધી આશ્રમને વૈશ્વિક સ્તરનો બનાવવા ૨૭૩ કરોડ ખર્ચાશે

અમદાવાદ, અમદાવાદ ને વૈશ્વીક સ્તરે ઓળખ અપાવનાર મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમને અને તેની આજુબાજુના વિસ્તારને વૈશ્વિક સ્તર નું આકર્ષક સ્થળ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસ અને ગાઇડલાઇન મુજબ મ્યુનિ.એ ૨૭૩ કરોડના ખર્ચે વિવિધ કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે જાેકે સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ ૧૨૦૦ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક પછી ચેરમેન મહાદેવ દેસાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધી આશ્રમ અને તેની આજુબાજુના વિસ્તારને ગાંધીજીના મૂળ આદર્શો તેમની ગરીમાં અને આશ્રમના મૂળ ઢાંચાને જાળવી રાખીને આશ્રમના સમગ્ર વિસ્તારને વિકસાવાશે વિસ્તારને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા એક અણમોલ નજરાણું બનાવવા માટે મ્યુનિ એ ગાંધી આશ્રમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ ૨૦૦ કરોડ જેટલો ખર્ચ થવાની ધારણા છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન અને વધુમાં જણાવ્યું હતું કે ગાંધી આશ્રમની વર્ષો સુધી કોઇ જ પ્રકારની માળખાકીય સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પાણી ગટર સ્ટ્રોમ વોટર રોડ સ્ટ્રીટ લાઈટ સહિતના કામો નવી સરખી જ કરાશે હાલની સ્થિતિએ આ વિસ્તારમાં ઉપરોક્ત સુવિધાઓ તો છે જ પરંતુ વર્ષો જુની હોવા થી તેમાં ભવિષ્યમાં ગમે ત્યારે ભંગાણ પડે કે અન્ય સમસ્યા સર્જાય તે અગાઉ તમામ કામો નવેસરથી હાથ ધરવાનો ર્નિણય લેવાયો છે. ગાંધી આશ્રમની સામે નો વિસ્તાર નીચાણમાં હોવાથી ત્યાં પૂર્ણ કરવામાં ભારે જહેમત અને ખર્ચની સંભાવના છે આ ખાડા વાળી જગ્યામાં માટી રેતી થી પુરાણ કરાશે તદુપરાંત ગાંધીઆશ્રમ સામે ના ચંદ્રભાગા ના નારાને બંધ કરી તેની ઉપર રોડ બનાવી દેવામાં આવશે આ રોડ તૈયાર કરવા પાછળ ૫૧ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે તેવી જ રીતે ગાંધી આશ્રમ વિસ્તારના હરિજન આશ્રમમાં પાણી નવી ટાંકી તથા નવી પાણીની લાઇન નાખવામાં અને હાલની ડ્રેનેજ સિસ્ટમ ધરમૂળથી બદલવામાં આવશે આ નીચાણવાળો વિસ્તાર હોવાથી તેમાં વરસાદી પાણી ભરાઇ ન રહે તે માટે આરસીસી ૮૦૦ થી ૨૨૦૦ એમ.એમ ની પાઇપલાઇન નાંખવામાં આવનાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution