હાલોલ તાલુકાના ટીંબી ત્રણ રસ્તા ખાતેથી ચોરીની ૩ બાઈક સાથે ૨ આરોપી ઝડપાયા


હાલોલ,તા.૬

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા સહિત હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે પંથકમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધવા માટેની કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત હાલોલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા તેમજ પી.એસ.આઇ. જે.ડી.તરાલ તથા સર્વેલન્સ સ્કવોર્ડના કર્મચારીઓ પ્રણયકુમાર મનહરસિંહ,અરવિંદભાઈ શાભઇભાઈ, જશવંતસિંહ મણીલાલ,રાજેશકુમાર માણસુરભાઈ અને નિલેશકુમાર ભગીરથભાઈનાઓએ હાલોલ તાલુકાના પાવાગઢ રોડ પર આવેલ ટીમ્બી ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ૨ ઈસમો રાજકુમાર શંકરભાઈ રાઠવા અને રણવીર સિંહ સુરપાલસિંહ ચૌહાણ બન્ને રહે.નવાગામ બાંધેલી, પાવાગઢ, તાલુકો હાલોલ ચોરીની બાઈક સાથે ઝડપાઈ ગયા હતા જેમાં પોલીસે તેઓની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન અને સાવલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારોમાંથી ૩ અલગ અલગ બાઈકોની ચોરી કરી હોવાનું કબુલ કરતા પોલીસે તેઓની પાસેથી હીરો કંપનીની અંદાજે ૮૫,૦૦૦/- રૂ.ની કિંમતની ૩ નંગ સ્પેલેન્ડર બાઈક રિકવર કરી હતી અને તેઓની સામે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત કામગીરી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution