એક દિવસના ટાઈમમાં ૨.૬૨ મિલિસેકન્ડ પ્લસ થશે

એક દિવસ એટલે ૨૪ કલાક, ૧૪૪૦ મિનિટ અને ૮૬૪૦૦ સેકન્ડ. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે, સૂર્યની પ્રદક્ષિણા કરતી પૃથ્વીની ઝડપ ઘટી છે. જેના કારણે દિવસની લંબાઈમાં વધારો થઇ રહ્યો છે.

સદીના અંત સુધીમાં એક દિવસના સમયગાળામાં ૨.૬૨ મિલિસેકન્ડનો ઉમેરો થશે. જેની પાછળનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એનાથી દિવસ ટુંકો અને રાતનો સમય લાંબો થશે.

જાેકે, આ ખગોળીય ઘટનાની સામાન્ય જનજીવન પર હાલ કોઈ અસર જાેવા મળી રહી નથી. પરંતુ તેની અસર અંતરિક્ષ મુસાફરી સમયે થશે જે અવકાશયાત્રીઓ માટે મોટો પડકાર પુરવાર થઇ શકે છે.

સ્વીત્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઝ્‌યુરિક દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકાના ધ્રુવીય વિસ્તારમાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. જેના કારણે પૃથ્વીના કેન્દ્રમાં આવેલી સેન્ટર ઓફ ગ્રેવિટી ઈકવેટરમાં ફેરફારો નોંધાયા છે. જેની અસરના ભાગરૂપે ધીમે-ધીમે પૃથ્વીની પરિભ્રમણ ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે. જાે ગ્લેશિયરને પીગળતા અટકાવવામાં નહીં આવે તો ૨૧૦૦ના અંત સુધીમાં એક દિવસના સમયગાળામાં ૨.૬૨ મિલિસેકન્ડનો ઉમેરો થશે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં દિવસને ટૂંકા બનાવશે. હકીકતમાં, જૂન ૨૦૨૨માં સદીના સૌથી ટૂંકા દિવસનો રેકોર્ડ બન્યો છે. પરંતુ આ રેકોર્ડ હોવા છતાં, ૨૦૨૦થી વધેલી ગતિ ધીમે ધીમે ઘટી રહી છે. દિવસ ફરી લાંબો થઇ રહ્યો છે.

દિવસની લંબાઈમાં થઇ રહેલો વધારો ચંદ્રના ગુરુત્વાકર્ષણનું પરિણામ

વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીના પરિભ્રમણ પર ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર પડે છે. ઇતિહાસના પાના ઉથલાવતા જાણવા મળ્યું છે કે, દિવસની લંબાઈ પર સૌથી વધારે અસર ટાઈડલ ફ્રિક્શનની થાય છે. પૃથ્વી પરના સાગર પર જયારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ લાગે છે ત્યારે ટીડલ ફ્રિક્શનને કારણે દર ૧૦૦ વર્ષ બાદ દિવસની લંબાઈ ૨.૬૨ મિલિસેકન્ડ વધે છે.

આ પરિસ્થિતિ માનવના ભવિષ્ય માટે ગંભીર પુરવાર થશે

પૃથ્વીની પોતાની ધરી પરની પરિભ્રમણની ગતિ જુદા જુદા સમયે અલગ અલગ જાેવા મળી રહી છે. જે પૃથ્વીના આંતરિક કોરના પરિભ્રમણના ફેરફારને કારણે થાય છે. જયારે ગતિ ઘટે ત્યારે આવરણ પર ગુરુત્વાકર્ષણનું ખેંચાણ વધે અને પરિભ્રમણ ધીમું પડે તેમજ દિવસની લંબાઈ વધે. સામાન્ય રીતે પૃથ્વી પર દિવસની લંબાઈ દર વર્ષે સેકન્ડના ૭૪ હજારમા ભાગથી વધી રહી છે. ભવિષ્યમાં આ પરિસ્થિતિ માનવજાત માટે વધુ ગંભીર બની શકે છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે.

૧.૪ અબજ વર્ષ પહેલા એક દિવસ ૧૮ કલાકનો જ હતો

ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે દરેક સદીમાં દિવસની લંબાઈમાં લગભગ ૨.૩ મિલીસેકન્ડનો ઉમેરો થાય છે. હજારો વર્ષ પહેલા પૃથ્વી પર દિવસ ૨૪ નહીં, પરંતુ ૧૮ કલાકનો હોણા પુરાવા મળ્યા હશે. જાેકે, પાછલા ૨૦,૦૦૦ વર્ષોથી, બીજી પ્રક્રિયા પૃથ્વીના પરિભ્રમણને ઝડપી બનાવી રહી છે. જેના કારણે દિવસના કલાકોમાં ફેરફાર થઇ રહ્યો નથી. એક સંશોધન અનુસાર ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો હોવાથી દિવસો લાંબા થઈ રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, ૧.૪ અબજ વર્ષ પહેલા એક દિવસ માત્ર ૧૮ કલાકનો જ હતો. યુએસએની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે, જેમ જેમ ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે, તેમ તેમ પૃથ્વી એક ‘સ્પિનિંગ ફિગર સ્કેટર’ જેવું વર્તન કરી રહી છે. જેના પગલે તે ધીમી પડી રહી છે.

જાપાનમાં આવેલા ભૂકંપથી પૃથ્વી ૧.૮ માઈક્રોસેક્ન્ડ ધીમી પડી

છેલ્લો હિમયુગ સમાપ્ત થયો, ત્યારે ધ્રુવીય બરફની ચાદર ઓગળવાથી સપાટી પરનું દબાણ ઘટ્યું અને પૃથ્વીનું આવરણ ધ્રુવો તરફ ઝડપથી વધવા લાગ્યું. આ પ્રક્રિયાના કારણે દર સદીમાં દિવસની લગભગ ૦.૬ મિલીસેકન્ડ્‌સ ઘટે છે. સંશોધન એવું પણ કહે છે કે, મોટા ધરતીકંપો દિવસની લંબાઈમાં ફેરફાર લાવી શકે છે. ૨૦૧૧માં જાપાનમાં આવેલા ૮.૯ની તીવ્રતાથી આવેલા ગ્રેટ તોહોકુ ધરતીકંપ બાદ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીનું પરિભ્રમણ ૧.૮ માઇક્રોસેકન્ડ્‌થી ધીમું થયું છે. પૃથ્વી પરના દરિયામાં આવતા પાક્ષિક અને માસિક ભરતીના ચક્રો ગ્રહની આસપાસ ફરે છે. જેના કારણે દિવસની લંબાઈ બંને દિશામાં મિલીસેકન્ડ સુધી બદલાય છે. ૧૮.૬ વર્ષ સુધીના સમયગાળામાં રોજિંદા રેકોર્ડ્‌સમાં ભરતી સમયે આ ફેરફાર નોંધાયા છે. આ ફેરફારમાં સમુદ્રી પ્રવાહો, મોસમી બરફ આવરણ, વરસાદ તેમજ ભૂગર્ભજળ નિષ્કર્ષણ પર ભાગ ભજવતા હોય છે.

ગ્રહની પરિભ્રમણ ગતિમાં ફેરફાર ‘ચેન્ડલર વોબલ’ ઘટના સાથે સંબંધિત

છેલ્લા ૫૦ વર્ષમાં અભૂતપૂર્વ પરિવર્તન થયા છે. જાેકે, તેનું કારણ સ્પષ્ટ નથી. બેક-ટુ-બેક લા નીનો ઈફેક્ટ સાથે હવામાનમાં ફેરફારો થઇ રહ્યા છે. આવું પહેલા પણ બન્યું છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, ગ્રહની પરિભ્રમણ ગતિમાં રહસ્યમય ફેરફાર ‘ચેન્ડલર વોબલ’ નામની ઘટના સાથે સંબંધિત છે. જે લગભગ ૪૩૦ દિવસના સમયગાળા સાથે પૃથ્વીની પરિભ્રમણ ધરીમાં એક નાનું વિચલન છે. રેડિયો ટેલિસ્કોપ સાથેના અવલોકનો પણ દર્શાવે છે કે, તાજેતરના વર્ષોમાં વિચલન ઘટ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution