સુરત BOB સાથે 2.27 કરોડનું કૌભાંડઃ 24 સામે CID ક્રાઈમમાં ફરિયાદ

સુરત-

સીઆઈડી ક્રાઈમે ૨૪ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધીને ૫ની કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ બહાને અને બોગસ ક્વોટેશન પર અલગ-અલગ સ્કીમ હેઠળ લોન લઈને સમય પર નહીં ભરીને છેતરપિંડી કરી છે. જેમાં બેંક તરફથી ત્રણ તત્કાલિન બેંક મેનેજરો અને મહિલાઓ સહિત ૨૪ આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે સીઆઈડીએ પાંચ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં છે.

બેંક ઓફ બરોડાના નવયુગ કોલેજ શાખાના મેનેજર સંજીવકુમાર પ્રકાશ પ્રસાદે સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સંજીવકુમાર, પ્રમોદકુમાર, શૈલેન્દ્રકુમાર, વિજય હરજી મકવાણા,માધવી સંજય સોજીત્રા,સીયા ચંદુભાઈ સિદ્ધપરા, જયાબેન સુધીર પટેલ,કિંજલ દેવરાજ ભાટિયા,આશા દેવરાજ ભાટિયા,કાજલ પંકજ વાવડિયા,કિરણ રમેશ બોદર,સેજલ કાંતીભાઈ ઇસ્માલિયા,શિવાણી રમેશ વાઘાણી,સોનલ સંજય નભોયા,નિતાબેન ભરત નભોયા,પારૂલબેન મનસુક કાસોદરિયા,શિલ્પા વિપુલ વસાવડા, કાજલ ચેતન દેસાઈ,દિપ્તી કિશોર બુધેલિયા,જીજ્ઞાશા ભરત ખોખરિયા,અવિનાશ નવિનચંદ્ર શાહ,હર્ષદ નારણ વસ્ત્રપરા,નિલેશ છગન વાઘેલા અને ભરત વાઘજી અકબરી વિરુદ્ધ છતરપિંડી,વિશ્વાસઘાત અને કાવતરાની કલમ તેમજ બોગસ ડોક્્યુમેન્ટ બનાવી રજૂ કરવાની ફરિયાદ નોંધાવી છે.

સીઆઈડી ક્રાઈમે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપી સંજીવકુમાર, પ્રમોદકુમાર અને શૈલેન્દ્રકુમાર બેંકના તત્કાલિન સિનિયર મેનેજર ક્રેડિટ છે. આરોપી નિલેશ કન્સલ્ટિંગ એજન્ટ છે.આરોપી ભરત અકબરી ઝીરો મેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને વીએમ એન્ટરપ્રાઇઝનો પ્રોપ્રાયટર છે. આરોપીઓએ ભેગા મળીને ટીએફઓ મશીન, લુમ્સ મશીન વાઈંડિંગ મશિનરી વોરપિંગ મશીનરીના નામે લોન લઈને તેમાં બોગસ ક્વોટેશન લેટર મૂકીને કુલ ૨.૨૭ કરોડ રૂપિયાની ધિરાણ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન મેળવીને ભરપાઈ ન કરીને છેતરપિંડી કરી. આરોપીઓએ પીએમજીપી અને એસએમઇ યોજના હેઠળ ધિરાણ મેળવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution