વડોદરા બેઠક પર ૧૮૦૩ મતદાન મથકો ૧૯.૪૯ લાખ મતદારો મતદાન કરશે


વડોદરા

લોકસભાની વડોદરા બેઠક તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાશે. તે પહેલા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે જ આજે લોકસભાની વડોદરા બેઠકના ૧૮૦૩ મતદાન મથક પર ઈવીએમ સહિતની સામગ્રી સાથે કર્મચારીઓ પણ આજે રવાના થઇ ગયા છે. આવતીકાલે સવારે સાત કલાકે ૧૮૦૩ મતદાન મથક પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. જે અંગે માહિતી આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે, લોકસભાની વડોદરા બેઠક પર ૧૪ ઉમેદવારો નોંધાયા છે. જેમાંથી રાષ્ટ્ર અને રાજ્યના માન્ય રાજકીય પક્ષોના ત્રણ, નોંધાયેલ રાજકીય પક્ષોના ચાર જયારે ૭ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. વડોદરા બેઠક પર કુલ ૧૯,૪૯,૫૭૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૯,૯૫,૦૮૩ પુરૂષ, ૯,૫૪,૨૬૦ સ્ત્રી અને ૨૩૦ અન્ય મતદારનો સમાવેશ થાય છે. જેમાં વડોદરા શહેરની પાંચ તેમજ સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં કુલ ૧૨૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૨૧ મળી કુલ ૧૮૦૩ મતદાન મથક પર મતદાન યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સમાવિષ્ઠ ડભોઇ અને પાદરા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ લોકસભાની છોટાઉદેપુર બેઠક જયારે કરજણ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ ભરૂચ બેઠકમાં થાય છે. વડોદરા જિલ્લામાં કુલ ૨૬,૪૬,૨૪૬ મતદારો છે. જેમાં ૧૩,૫૦,૧૦૩ પુરૂષ, ૧૨,૯૫,૮૯૭ સ્ત્રી અને ૨૪૬ અન્ય મતદારનો સમાવેશ થાય છે. જિલ્લાના શહેરી વિસ્તારમાં ૧૩૮૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૧૬ મળી કુલ ૨૫૫૨ મતદાન મથક પર મતદાન થશે.

૨૮૦ મતદાન મથક સુધી બેલેટ અને કંટ્રોલ યુનિટ લઇ જવા ૭૦૦ વિશેષ પ્રકારની બેગનું તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું

વડોદરા, તા. ૬

લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી પણ આવતીકાલે જ યોજાશે. ત્યારે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીના ૨૮૦ મતદાન મથક પર જવા પોલિંગ સ્ટાફ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ સહિતની સામગ્રી લઈ રવાના થયો છે. સ્ટાફને સરળતા રહે તે માટે ખાસ પ્રકારની બેગ પણ ચૂંટણી અધિકારી દ્વારા તૈયાર કરાવાઈ છે.

વાઘોડીયા વિધાનસભા મતવિભાગના રવાનગી કેન્દ્ર ખાતે આજે ચૂંટણી નિરીક્ષક જી. જગદીશા અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં પોલિંગ સ્ટાફને વિશેષ બેગ અપાઈ હતી. જે બેગ એક બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ સાથે ચૂંટણીલક્ષી સામગ્રી રહી શકે તે રીતે બનાવવામાં આવી છે. એક બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનો સંયુક્ત વજન આશરે ૮ કિલોગ્રામ થાય છે. જ્યારે બેગની ભાર વહન કરવાની ક્ષમતા ૧૬ કિલોગ્રામની છે.

નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કદાચ પ્રથમવાર ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ માટે વિશેષ બેગ તૈયાર કરાઈ છે. વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારમાં ડીસ્પેચ સેન્ટરથી સોમવારે કુલ ૭૦૦ બેગનું વિતરણ કરાયું હતું. વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કુલ ૧૨૩૨ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. જેમાં ૨૮૦ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૦ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૦ પોલિંગ ઓફિસર અને ૫૬૦ મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.


મતદાન માટે કયા પુરાવા માન્ય?


ચૂંટણીને લઇને પોલીસનો લોખંડી બંદોબસ્ત


વડોદરા ઃ શહેર જીલ્લામાં લોકસભાની ચૂંટણીને તૈયારીઓ પૂર્ણ થઇ છે. તાલુકા મથકે ઉભા કરાયેલા મતદાન મથકો ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. શહેર-જીલ્લામાં ચૂંટણીમાં ૪૦૦૦થી વધુ પોલસ જવાનો ખડેપગે ફરજ બજાવશે. 

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવારણમાં પૂર્ણ થાય તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર સજજ બન્યુ છે. તે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે.

એક મતદાન મથક પર ૧ ઁજીૈં સહિત ૧૨ જવાનની ટીમ તહેનાત રહેશે

આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે વડોદરા શહેર જીલ્લામાં મતદાન યોજાશે, ત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે શહેરના દરેક પોલીસ મથકમાં એક પીએસઆઇ સહીત ૧૨ લોકોની એક ટીમ પોલીસ મથકમાં હાજર રહેશે. જેથી કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તેની પણ તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


દિવ્યાંગ, વૃદ્ધોને પોલીસ સેવા આપશે

લોકસભાની ચૂંટણીમા દિવ્યાંગ, વયો વૃદ્ધ મતદારો તેમજ અન્ય મતદારોને મતદાન કરવા માટે કોઇ તકલીફ ન પડે તે માટે પણ પોલીસ જવાનો તેવા મતદારો માટે મદદરૂપ બનશે. દિવ્યાંગ, વયો વૃદ્ધ મતદારોને સરળતાથી મતદાન કરાવી શકાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે. • ફોટા સાથેનું ચૂંટણી કાર્ડ

• આધાર કાર્ડ

• મનરેગા જાેબ કાર્ડ,

• બેંક/પોસ્ટની ફોટોગ્રાફ સાથેની પાસબુક

• શ્રમ મંત્રાલયનું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

• ડ્રાઇવીંગ લાયસન્સ

•પાનકાર્ડ

• એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ સ્માર્ટ કાર્ડ

• ઇન્ડિયન પાસપોર્ટ

• ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ

• કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓના ફોટો સાથેના આઈકાર્ડ

• સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો

• ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ ેંહૈૂેી ડ્ઢૈજટ્ઠહ્વૈઙ્મૈંઅ ૈંડ્ઢ કાર્ડ

૧૦ ડિસ્પેચ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી સાથે સ્ટાફ રવાના

લોકસભાની વડોદરા બેઠકની ચૂંટણીમાં આવતીકાલે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. તે પહેલા આજરોજ વડોદરા લોકસભામાં સમાવિષ્ટ ૧૦ વિધાનસભા મતવિભાગના રીસીવિંગ અને ડીસ્પેચ સેન્ટર પરથી પોલિંગ સ્ટાફને ઈવીએમ, વીવીપેટ સહિત અન્ય મતદાન સામગ્રીની ફાળવણી કરાઈ હતી. જે તમામ સામગ્રી સાથે કર્મચારીઓ પોતાના મતદાન મથક પર પહોંચી પણ ગયા છે. જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે આજે શહેરના અકોટા વિધાનસભા મત વિસ્તારના ડીસ્પેચ સેન્ટર સરકારી નર્સિંગ કોલેજની મુલાકાત લીધી હતી દરમિયાન ડીસ્પેચ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

હેરિટેજ, ગરબા સહિતની થીમ પર મતદાન મથકો

જિલ્લામાં ૭૦ મહિલા સંચાલિત, ૧૦ યુવા સંચાલિત, ૧૦ દિવ્યાંગો સંચાલિત અને ૧૦ મોડલ મતદાન મથકો ઉભા કરાયા છે. મોડેલ મતદાન મથકમાં રાવપુરામાં હેરિટેજ, માંજલપુરમાં ગરબા થીમ આધારિત જયારે શહેર વિધાનસભા મત વિસ્તારમાં એઆઈ થીમ આધારિત મોડેલ મથકો તૈયાર કરાયા છે.

આજે તાપમાન ૪૦ ડિગ્રી રહેવાની શક્યતા

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ થી આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાજકીય પક્ષો અને લોકોમાં ગરમી અને વેકેશન સીઝનને લઈ મતદાન કેટલુ થશે ? તેની ચર્ચા થઈ રહી છે. જાેકે, જાણકારોના મત મુજબ વડોદરામાં આવતીકાલે મતદાનના દિવસે તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહે, પરંતુ સાથે ભેજના કારણે ઉકળાટ અનુભવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જાેકે, અનેક મતદારો ગરમી પૂર્વે સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.

વડોદરા બેઠક પર ૧૬ માર્ચથી ૬ મે દરમિયાન ૧૭૨૨૫ મતદારો વધ્યાં

જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ દ્વારા ચૂંટણી લક્ષી પહેલી પત્રકાર પરિષદ ૧૬મી માર્ચના રોજ યોજવામાં આવી હતી. જેમાં તેમણે મતદાન મથક તેમજ મતદારોના આંકડા જણાવ્યા હતા. ૧૬ માર્ચે જણાવેલ આંકડા અનુસાર લોકસભાની વડોદરા બેઠક પર ૧૮૦૨ મતદાન મથક નોંધાયા છે. જેમાં કુલ ૧૯,૩૨,૩૪૮ મતદારો નોંધાયેલા છે. જેમાં ૯૮૬૬૯૧ પુરુષ , ૯૪૫૪૩૦ સ્ત્રી અને ૨૨૭ અન્ય મતદારનો સમાવેશ થાય છે. જાેકે, આવતીકાલે ચૂંટણી પહેલા આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં બિજલ શાહે જણાવ્યું હતું કે, લોકસભાની વડોદરા બેઠક પર ૧૮૦૩ મતદાન મથક પર ૧૯,૪૯,૫૭૩ મતદારો નોંધાયા છે. જેમાં ૯,૯૫,૦૮૩ પુરૂષ, ૯,૫૪,૨૬૦ સ્ત્રી અને ૨૩૦ અન્યનો સમાવેશ થાય છે. ત્યારે ૧લઈ એપ્રિલના રોજ પ્રસિદ્ધ અંતિમ મતદાર યાદી બાદ ૧૬મી માર્ચથી ૩૦મી માર્ચ એટલે કે, ૧૪ દિવસમાં ૧૭૨૨૫ મતદારનો વધારો નોંધાયો છે.

ક્રિટિકલ મથક ઃ માઈક્રો ઓબ્ઝર્વર ફરજ પર

શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ મુશ્કેલી વિના મતદાન પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક મતદાન મથક પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેની સાથે સાથે ક્રિટિકલ મતદાન મથકો ઉપર પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમજ સેન્ટ્રલ પોલીસ ફોર્સ, સ્ટેટ પોલીસ ફોર્સના જવાનો તૈનાત કરાયા છે. તે ઉપરાંત ક્રિટિકલ મતદાન મથક પર માઈક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

કાઉન્સિલરનું મતદાન મથક ઘરથી ૧૦ કિમી દૂર આવ્યું

વડોદરા શહેરના વોર્ડ ૧ના કોંગ્રેસના કાઉન્સિલર એડવોકેટ જહા દેસાઈ અને તેમના પત્નીનું મતદાન મથક બદલાઈ ગયું છે. જે બાબતે તેમણે જણાવ્યું હતું કે, હું પહેલા ભરવાડ વાસમાં રહેતો હતો. જ્યાંથી નજીકમાં જ ફ્લેટમાં રહેવા આવ્યો છું. જેના આધારે તમામ સરકારી દસ્તાવેજાે પર સરનામું પણ બદલાવ્યું છે. મારા ફેલ્ટમાં રહેતા તમામ મતદારોનું મતદાન મથક પંડિત દીનદયાળ સ્કૂલ આવ્યું છે. પરંતુ મારુ અને મારી પત્નીનું મતદાન મથક મારા ઘરેથી અંદાજે ૧૦ કિલોમીટર દૂર શૈશવ સ્કૂલ સેવાસી અપાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution