પાકિસ્તાનમાં આરસની ખાણ ધરાશાયી થતાં 19 લોકોના મોત

ઈસ્લામાબાદ-

પાકિસ્તાનના ઝિયારત પર્વત પર આરસની ખાણના છ એકમો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં છે. સોમવારે મોડી રાત્રે ખાણ તૂટી પડી હતી, જેમાં 12 લોકોનું મોત નીપજ્યું હતું. અને જિલ્લાના મોહમંદ હોસ્પિટલમાં સાત ઇજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા હતા તેઓનું પણ મોત નીપજ્યું હતું જે બાદ મોતનો આંક વધીને 19 થઈ ગયો છે.

આ શહેર અફઘાનિસ્તાનની સરહદની નજીક છે અને પ્રાંતિજ રાજધાની પેશાવરથી 85 કિલોમીટર દૂર છે. મોહમંદ જિલ્લા પોલીસ અધિકારી (ડી.પી.ઓ.) તારિક હબીબે જિઓ ન્યૂઝને જણાવ્યું હતું કે 15 થી 20 લોકો હજી પણ કાટમાળ નીચે દટાયેલા છે. 

તેમણે કહ્યું કે સોમવારે રાત્રે અંધકારને કારણે બચાવ કામગીરી પ્રભાવિત થઈ હતી અને બચાવ કામગીરી માટે ભારે મશીનરીઓ મંગળવારે જ આવી શકે એમ હતી. સમાચારો અનુસાર ડેપ્યુટી કમિશનર ઇફ્ફિકર આલમે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. ડોન અખબારના સમાચાર મુજબ, જ્યારે ખાણ ધરાશાયી થઈ ત્યારે 45 જેટલા કામદારો ખોદકામ કરી રહ્યા હતા. 

સમાચારો અનુસાર પ્રાંતિજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (પીડીએમએ) એ નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ આપ્યા છે. બચાવ અધિકારી બિલાલ ફૈઝીએ જણાવ્યું કે ઘાયલ થયેલા મોટાભાગના લોકોની હાલત ગંભીર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution