ન્યુ દિલ્હી
ભારતમાં કોરોનાના 1,86,364 નવા કેસો આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,75,55,457 થઈ ગઈ છે. 3,660 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,18,895 થઈ ગઈ છે. 2,59,459 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,48,93,410 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 23,43,152 છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 29,19,699 રસી મૂકવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,57,20,660 થયો છે. કોરોના વાઇરસના નવા 1.86 લાખ કેસો સાથે, નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
44 દિવસ પછી કોરોના વાઇરસના નવા કેસો સૌથી ઓછા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 2,59,459 દર્દીઓ કોરોના વાઇરસથી સ્વસ્થ થયા છે. ગઈકાલ ગુરૂવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 20,70,508 નમૂના પરીક્ષણો કરાયા હતા, ગઈકાલ ગુરૂવાર સુધીમાં કુલ 33,90,39,861 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.