આકાશી વીજળી પડતા એક જ દિવસમાં ૧૮ લોકોના મોતઃ અનેક જિલ્લામાં એલર્ટ જાહેર

પટણા: બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આકાશથી ભયાનક વીજળી પડતાં શુક્રવારે ૧૮નાં લોકોના મોત થઈ ગયા છે. એક જ દિવસમાં ૧૮નાં મોત થતાં બિહારમાં હાહાકાર મચી ગયો છે. ભાગલપુરમાં ૪, બેગૂસરાય-જહાનાબાદનાં ત્રણ-ત્રણ લોકોના મોત થઈ ગયા છે. મધેપુરા-સહરસામાં બે-બે લોકોના મોત થયા છે. બીજી તરફ કારાકાટ, વૈશાલી, છપરામાં એક-એક લોકોના મોત થયા છે. જાેકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં માત્ર ૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે લોકોને અપીલ કરતા કહ્યું કે, મૂશળધાર વરસાદના કારણે આકાશમાંથી વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ખેતરમાં ના રહેવું, રસ્તા પર ન રહેવું. કો પાકા ઘરમાં જ રહેવું. બિહારમાં વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે. બીજી તરફ આકાશની વીજળીનો કહેર જીવલેણ બની રહ્યો છે. બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી અનેક લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ અનેક જિલ્લામાં વીજળીની શક્યતા છે. તે અંગે હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદ દરમિયાન ઘરમાંથી ઓછું નીકળવા અને પાકા ઘરોમાં રહેવા માટે જણાવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution