અબુજા:નાઇજીરિયાના ઉત્તર પૂર્વભાગમાં આવેલાં બોર્નો રાજ્યમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોને લીધે ઓછામાં ઓછા ૧૮નાં મૃત્યુ થયાં ચે. જ્યારે ૪૮થી વધુ ઘાયલ થયા છે. નાઇજીરિયાન ઇમર્જન્સી સર્વિસને ટાંકતાં સીએનએન વધુમાં જણાવે છે કે, પહેલો બોમ્બ બ્લાસ્ટ શનિવારે બપોરે આશરે ૩ કલાકે થયો જે એક લગ્ન સમારંભમાં થોય તે પછી એક જનરલ હોસ્પિટલમાં થયો હતો.
જ્યારે ત્રીજાે બોમ્બ બ્લાસ્ટ તો એક જનાજા સમયે થયો હતો. બોર્નો સ્ટેટ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર જનરલ બારકીઝો મુહમ્મદ સૈદુજા ગ્વૌઝા શહેરની મુલાકાત લીધી હતી અને ત્યાં રાહત પહોંચાડવા તત્કાળ પગલાં લેવા વ્યવસ્થા
ગોઠવી હતી.
સ્ટેટ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટોમાં પુરૂષો મહિલાઓ અને બાળકોનાં મૃત્યુ થયાં છે. અનેક ઘાયલ થયા છે. આથી વધુ માહીતિ તેઓએ આપી ન હતી. આ પૂર્વે જૂનની ૨૫મીએ ત્રાસવાદી જૂથના હુમલામાં ઓછામાં ઓછા ૨૧ સૈનિકો માર્યા ગયા હતા. આ ગમખ્વાર ઘટના પાડોશનાં બુર્કીના ફાસો રાજ્ય તરફની સરહદે બની હતી.
નાઈજીરીયામાં ત્રાસવાદી જૂથો સક્રિય બન્યાં છે તે પૈકી મેટ્રિઓટિક લિબરેશન ફ્રન્ટે ચીને પાથરેલી પાઈપ લાઈન પર હુમલો કર્યો હતો. તે જૂથે કહ્યું હતું કે જ્યાં સુધી ચીન સાથે થયેલો ૪૦૦ મિલિયન ડોલરનો કરાર રદ્દ નહીં કરાય ત્યાં સુધી આ હુમલાઓ ચાલુ જ રહેશે.ગત વર્ષે દેસમાં લોકશાહી રીતે સ્થપાયેલી સરકારને લશ્કરી જુન્ટીએ ઉથલાવી નાખી ત્યારથી દેશમાં આતંકી હુમલાઓ વધતા જગ્યા છે.
માત્ર નાઇજીરિયા જ નહીં પરંતુ ઉત્તરનું માલિ તથા પશ્ચિમે ાવેલું બુર્કીના ફ્રાસો પણ અલકાયદા સાથે જાેડાયેલાં આતંકી જુથોનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા એક દશકથી ચાલતી આ આતંકી પ્રવૃત્તિઓનો સૌથી વધુ ભોગ સાહેબ વિસ્તાર બન્યો છે. ગત વર્ષે ત્યાંથી ૨૦ લાખ લોકો વિસ્થાપિત થઇ ગયા છે. તેમ યુએનની સંસ્થાઓ જણાવે છે.