પેરિસ:ચીને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીને ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાને ૧૬-૧૨થી હરાવ્યું છે. આ ગોલ્ડ હુઆંગ યુટિંગ અને શેંગ લિહાઓએ જીત્યો છે. શેંગ માત્ર ૧૭ વર્ષનો છે અને યુએટિંગ ૧૯ વર્ષનો છે. ચીનની જાેડી ટોચ પર રહી હતી. આ જાેડી આ ઇવેન્ટની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. દક્ષિણ કોરિયાની કેયુમ જિહ્યોન અને હાજુન પાર્કને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. કઝાકિસ્તાનની એલેક્ઝાન્ડ્રા લે અને ઇસ્લામ સતપાયેવની જાેડીએ જર્મનીની અન્ના જાનસેન અને મેક્સિમિલિયન ઉલ્બ્રિક્ટને હરાવ્યા હતા. એલેક્ઝાન્ડ્રા લે અને ઇસ્લામ સતપાયેવ ૬૩૦.૮ના સ્કોર સાથે આ મેચ માટે ક્વોલિફાય થયા હતા. ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ત્રણેય મેડલ એશિયન દેશોએ જીત્યા છે. ૧૦ મીટર એર રાઈફલ મિશ્રિત ટીમમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. રમિતા અને અર્જુનની જાેડી ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. તે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને હતો. આગળના રાઉન્ડમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને ટોપ ૪માં સ્થાન બનાવવું હતું, ૧૦ મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશનમાં પણ ભારતને સફળતા મળી નથી. ઈલાવેનિલ અને સંદીપની જાેડી ૧૨મા સ્થાને છે. તેણે ૬૨૬.૩નો સ્કોર કર્યો હતો.