એલ એન્ડ ટીના નિવૃત્ત મેનેજર સાથે ૯૪.૧૮ લાખની ઠગાઈમાં ૧૭ આરોપીઓની ધરપકડ


શહેરના સનફાર્મા રોડ પર રહેતા એલ એન્ડ ટી કંપનીના નિવૃત્ત મેનેજરને શેરબજારમાં ટ્રેડીંગના બહાને ૯૪.૧૮ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ૧૧.૨૬ કરોડનો નફો થયાની જાણ કરી વધુ નાણાની માગણી કર્યા બાદ તમામ નાણાં સગેવગે કરીને ઠગાઈ કરવાના બનાવમાં સાયબર ક્રાઈમની ટીમે ૧૭ આરોપીઓની ધરપકડ કરી તેઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સનફાર્મા રોડ પર વેદાંતા ડૂપ્લેક્સમાં રહેતા રામક્રિષ્ણા રાજીવ બેડુદુરી એલ એન્ડ ટી કંપનીમાં ડે.મેનેજર તરીકે નોકરી કરતા હતા, જે તેમણે અંગત કારણોસર પાંચ માસથી છોડી દીધી છે. ગત ૧૬મી જાન્યુઆરીએ તેમણે ફેસબુક એકાઉન્ટ પર એડ જાેઈ હતી કે શેરમાર્કેટમાં રોકાણ કરીને રૂપિયા કમાવવાની જાણ કરી હોઈ તેમણે એડ ક્લીક કરતા જ તે સી૬-બ્લેકરોક સ્ટોક પુલ્સ અપ વોટ્‌સગ્રૃપમાં એડ થયા હતા જેમાં ૧૫૦થી વધુ મેમ્બરો હતા. ત્યારબાદ તેમણે ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરતાં તેમને સી૩ એન્જલ બ્રોકીંગ કસ્ટમર કેર નામના ગ્રુપમાં એડ કરાયા હતા. ત્યારબાદ તેમને ગૃપ એડમીનનો વોટ્‌સએપ મેસેજ આવ્યો હતો કે હું એન્જલ સિક્યોરીટી કસ્ટમર સર્વિસમાં છું અને તમારૂ ફોર્મ કમ્પ્લિટ થયું છે, જેથી તમે અમારી ફર્મમાં ઈન્વેસ્ટ કરી શકો છે.
તેમને સેબી માન્ય કંપની રજીસ્ટ્રેશન સાથેનું ઈન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ ફોર્મ મોકલાયું હતું. તેમજ તેમને એકાઉન્ટ બનાવીને પાસવર્ડ આપવામાં આવ્યો હતો અને તેના પગલે તેમણે શેર માર્કેટમાં રોકાણ માટે તેમના અને તેમની કંપનીના સંયુક્ત સેવિંગ્સ એકાઉન્ટમાંથી ૨૨મી જાન્યુઆરીથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં સમયાંતરે કુલ ૯૪.૧૮ લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ રોકાણ કરેલા નાણાં સામે નફા સહિત કુલ ૧૧,૨૬,૨૫,૦૭૫ રૂપિયા એપ્લીકેશનમાં બતાવતા હતા . આ નાણા ઉપાડવા માટે ટોળકીએ વધુ નાણાં જમા કરાવવા જાણ કરી હતી પરંતું તેમણે વધુ નાણા આપવાનો ઈનકાર કરતા ટોળકીએ તમામ નાણાં સગેવગે કરીને ઠગાઈ કરી હતી. આ બનાવની વોટસએપ મોબાઈલ નંબર ધારકો તેમજ વોટ્‌સએપ ગૃપ બનાવનાર, વેબસાઈટ લીંકનો ઉપયોગ કરનાર અને જે બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા તે તમામ સામે સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે લોકોના બેંક ખાતામાં નાણાં જમા કરાવીને ઉપાડી લેવાયા હતા તે બેંક ખાતાની સાયબર ક્રાઈમના પીઆઈ બી.એન.પટેલ સહિતના સ્ટાફે તપાસ કરી હતી જેમાં ૧૧ ખાતેદારો તો વડોદરાના હોવાની વિગતો મળી હતી. પોલીસે આ તમામ ખાતેદારો સહિત ૧૭ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓ
• અબ્રારખાન નવાબખાન પઠાણ - રાવપુરા
• શાહરૂખ રઝાક વ્હોરા - શિયાબાગ
• ગોમેસી મનિષભાઈ દવે - શિયાબાગ
• શેખ સલીમમીયા સૈાકતહુસેન - રાવપુરા
• સૈયદ ઈખ્તિતીયારઅલી હસમતઅલી - બાવામાનપુરા
• ઝરાર બિલાલભાઈ સૈાદાગર - નાગરવાડા
• મીર હારિશ સલીમભાઈ - તાંદલજા
• બેલીમ વસીમખાન ફિરોઝખાન - સોમાતળાવ
• મોહંમદઆફતાબ મુસ્તાકભાઈ બેગ - સોમાતળાવ
• શેખ અદનાન ઈલિયાસભાઈ - તાંદલજા
• શેખ લિયાકત યુસુફભાઈ
• મહેબુબ ઈબ્રાહિમ આગેવાન - આજવા મેઈનરોડ
• શાહરૂખ સિદ્દીકભાઈ ધોબી - બહુચરાજી રોડ
• સાહિલ યુસુફમિયા શેખ - યાકુતપુરા
• કબીરએહમદ મોહંમદશબ્બીર મન્સુરી - પાણીગેટ
• સોહિલ કાસમભાઈ શેખ - નાગરવાડા
• રમીજઅલી મુસ્તાકઅલી કાદરી - નાગરવાડા
નજીવા કમિશન માટે બેંક ખાતા સોંપી દીધા
સાયબર ક્રાઈમે આજે ૧૭ આરોપીઓની ધરપકડ કરી તે પૈકીના ૧૧ આરોપીઓએ તેઓના બેંક ખાતા ઠગ ટોળકીને સોંપ્યા હતાં. ૧૧ ખાતેદારોને ઠગટોળકીએ પાંચ લાખ રૂપિયા તેઓના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ આ નાણાં સામે પાંચ હજારથી વધુ કમિશન આપ્યું હતું અને બાકીના નાણાં ખાતેદારો પાસેથી ચેક મારફત રોકડ ઉપાડાવીને લઈ લઈ લીધા હતા. નજીવા કમિશન માટે પોતાના બેંક ખાતા ગઠિયાઓને આપવા બદલ ખાતેદારોને પણ પોલીસ રિમાન્ડનો સામનો કરવાનો વારો આવ્યો છે.
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution