દેવગઢ બારિયાના ડાંગરિયા ગામમાં જુગાર રમી રહેલાં ૧૩ શખ્સો ઝડપાયા

દાહોદ,તા.૫ 

દેવગઢબારિયા પોલીસે ગત રાતે દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામે કૃપાલુ આશ્રમની બાજુમાં એક રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં રમાઈ રહેલા પત્તા પાનાના જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ૧૩ જેટલા ખેલીઓને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ ૬ મોબાઈલ તથા સાત જેટલી મોટરસાયકલ મળી કુલ રૂ.૨,૯૨,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઇ પકડાયેલા ખેલીઓને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા રાણા શેરીમાં રહેતા જીતેન્દ્રકુમાર નાનાલાલ રાણા દેવગઢબારિયા રાણીવાવ ફળિયામાં રહેતા પ્રીતમ સિંહ ફતેસિંહ નાગોરા દેવગઢ બારીયાના અર્જુનસિંહ પ્રવીણભાઈ સોલંકી ડાંગરિયાના મોહમ્મદ શકીલ અબદુલભાઇ સિદ્ધિ દેવગઢબારીયાના વિનોદકુમાર હરિલાલ શાહ ડાંગરિયા ગામમાં સરફરાજ સોકતભાઈ સિદ્ધિ દેવગઢ બારીયાના રાજેશભાઈ બાબુરાવ ખેરડે દેવગઢબારીયાના અનુભાઈ મોહનભાઈ બારીયા ડાંગરિયા ગામના અબદુલભાઇ મહંમદભાઈ સિદ્ધિ દેવગઢ બારીયાના રાજુભાઈ બંસીલાલ આમિરિયા દેવગઢ બારીયાના અખિલભાઈ અબદુલભાઇ સિદ્ધિ જહીરઅલી સરદારઅલી મકરાણી તથા જાવેદભાઈ મકરાણી વગેરે ગતરોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે ડાંગરિયા ગામે કૃપાળુ આશ્રમની બાજુમાં આવેલા એક રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં પત્તા પાનાંનો હારજીતનો જુગાર રમતા હોવાની દેવગઢબારિયા પોલીસને બાતમી મળતા દેવગઢ બારીયાના સિનિયર પી.એસ.આઇ નકુલ જે.પંચાલ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ બાતમી વાળી જગ્યાએ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

પરંતુ પોલીસે ખેલીઓને ચારેબાજુથી ઘેરી લઇ ઝડપી પાડયા હતા અને પોલીસે દાવ પરના તથા અંગજડતી ના મળી રૂપિયા ૧૫,૯૦૦ ની રોકડ રૂપિયા ૧૬,૫૦૦ ની કુલ કિંમત ના મોબાઈલ નંગ છ તથા રૂપિયા ૨,૬૦,૦૦૦ નિકુલ કિંમતની મોટર સાયકલ નં ૭ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂપિયા ૨,૯૨,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઇ ઉપરોક્ત તમામ ખેલીયો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં જુગારની બદી ફૂલીફાલી છે. પોલીસ જુગારીયાઓને પકડવા માટે સતર્ક છે. ૧૩ જુગારીયા ઝડપાતાં જુગાર રમનારાંમાં ફફડાટ ફેલાયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution