કચ્છ-
સુરક્ષા એજન્સીઓ દ્વારા કિશોરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આ કિશોર ઘરથી બધા ભાગી ગયા હોઇ પોતે પણ ભાગ્યો હોવાનું જ વારંવાર જણાવી રહ્યો છે તથા તપાસમાં વધુ માહિતી હજી સુધી મળી નથી. પાકિસ્તાની કિશોર પાકિસ્તાનના અંદરના વિસ્તારમાં ના ભાગ્યો અને આ કચ્છમાં આવી પહોંચ્યો. પાકિસ્તાનના રેન્જર્સના કેમ્પો અને તેમની પેટ્રોલિંગ કરતી એજન્સીઓની નજર ચૂકવીને કચ્છના પિલર 1099 સુધી પહોંચી આવ્યો, પણ પાક રેન્જર્સોની નજરમાં આ કિશોર ન ઝડપાયો કે કોઇને ખબર પણ ન પડી, એ સૌથી મોટો પ્રશ્ન છે. પાકિસ્તાનની એજન્સીઓ આમ તો ભારતની સરહદ પર ચાંપતી નજર રાખતી હોય છે તથા પાકિસ્તાનના સૈનિકો સતત બોર્ડર પર ફરતા હોય છે તો આવામાં આ કિશોરનું ભારતની બોર્ડરમાં આવવું તથા કચ્છના સરહદી વિસ્તારમાં પહોંચી આવું અનેક સવાલો ઉભા કરે છે તથા ભારતની જાસૂસી માટે પાકિસ્તાન આવી હરકતો કરી રહ્યું હોવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. પાકિસ્તાન સરહદે આવેલા કચ્છમાં અનેક વખત પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરતા ઘુસણખોર ઝડપાઇ ચૂક્યા છે, આજે વધુ એક કિશોર કચ્છ જિલ્લાની સરહદથી પ્રવેશ કરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કચ્છની સરહદે પિલર 1099 પર ફેન્સિંગ પાર કરતો પાકિસ્તાનનો 15 વર્ષીય અલીશેર બીએસએફના હાથે પકડાયો હતો.બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ કિશોરની પ્રાથમિક પૂછતાછ કરી ખાવડા પોલીસ સ્ટેશનને સુપ્રત કરી દીધો હતો અને ત્યારબાદ ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કિશોરને જેઆઈસી મોકલવામાં આવ્યો હતો.