જૂનાગઢના વંથલીમાં ૨૪ કલાકમાં ૧૫ અને વિસાવદરમાં ૧૩ ઈંચ વરસાદ


જૂનાગઢ:જૂનાગઢના વંથલીમાં ૨૪ કલાકમાં ૧૫ ઇંચ તો વિસાવદરમાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ત્રાટક્યો છે.જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. જૂનાગઢમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી માં કુલ ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા, માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશનથી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા.જૂનાગઢ શહેરમાં ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા અને માણાવદરમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ૮થી ૧૦ ગામમાં ફરી વળ્યા છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજાેદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution