સાઉદીમાં હિટસ્ટ્રોકથી જાેર્ડનનાં ૬ સહિત ૧૪ હજયાત્રીઓનાં મોત


રિયાધ:સાઉદી અરેબિયામાં આકરી ગરમી હજ યાત્રીઓ માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે. હવામાનશાસ્ત્રીઓની ચેતવણી સાચી સાબિત થઈ છે. હજ દરમિયાન ગરમીનો પારો ૪૭ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. તેનાથી ખાસ કરીને વૃદ્ધોની મુશ્કેલીઓ વધી છે. મક્કામાં ભારે ગરમીના કારણે ૬ લોકોના મોત થયા છે. આમ છતાં ઈદ-ઉલ-અઝહાના તહેવારને કારણે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં હજયાત્રીઓ એકત્ર થઈ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ હજ યાત્રા દરમિયાન જાેર્ડનના ૧૪ લોકોના મોત થયા છે અને અન્ય ૧૭ લોકો ગુમ છે. જાેર્ડનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ, જાેર્ડનના વિદેશ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલયે અગાઉ માઉન્ટ અરાફાત પર હીટ સ્ટ્રોકના કારણે છ જાેર્ડનના નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જાે કે, અન્ય કેટલાક સ્થાનિક સ્ત્રોતોએ વધુ સંખ્યાની જાણ કરી છે, જે મુજબ ૧૭ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે અને તેમના નામ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે આ વખતે હજ યાત્રા સૌથી ગરમ મહિનામાં થઈ રહી છે અને આવી સ્થિતિમાં લાખો હજયાત્રીઓને હીટસ્ટ્રોકનું જાેખમ છે. વૃદ્ધ યાત્રાળુઓ અને ક્રોનિક રોગોથી પીડિત લોકો સૌથી વધુ જાેખમમાં છે. આ મહિને લાખો મુસ્લિમો હજ કરવા જઈ રહ્યા છે, પરંતુ મક્કામાં કાળઝાળ ગરમીને કારણે હજયાત્રીઓમાં ગરમીને લગતી બીમારીઓનો ભય વધી ગયો છે.દુનિયાભરમાંથી ૨૦ લાખથી વધુ મુસ્લિમો અહીં હજ માટે આવે છે. આ વર્ષે વાર્ષિક હજ યાત્રા ૧૪ જૂનથી ૧૯ જૂન વચ્ચે છ દિવસ સુધી ચાલવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન મક્કામાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution