ઉત્તરાખંડ:ઉત્તરાખંડના બદરીનાથ હાઈવે પર મોટો રોડ અકસ્માત થયો છે. ટેમ્પો ટ્રેવલર વાહને તેનું નિયંત્રણ ગુમાવતા તે અલકાનંદ નદીમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ ૧૪થી વધુ લોકોનાં મોત થયા છે. આ અકસ્માત બદરીનાથ હાઈવેના રેંતોલીની પાસ થયો છે. એસપી વિશાખા અશોક ભદ્રોણે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ હાલ ઘટના સ્થળે જવા રવાની થઈ છે. આ દુર્ઘટનામાં સાત લોકોને ઈજા થઈ છે. જાેકે હજી બચાવકામગીરી ચાલી રહી છે. અગાઉ ૩૧ મેના રોજ જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઇ જતી બસ રસ્તા પરથી ખીણમાં ખાબકતા ૨૧ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૪૭ લોકો ઘાયલ થયા હતા.જિલ્લાના ચોકી ચોરા બેલ્ટ વિસ્તારમાં આવેલા તુંગી મોર્હમાં આ અકસ્માત સર્જાયો હતો અને બસ ૧૫૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી તેમ સત્તાવાળાઓએ ં જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૩૫ વાગ્યે યુપી૮૧સીટી-૪૦૫૮ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બસ ખીણમાં પડી હતી. જેના કારણે ૨૧ યાત્રીઓનાં મોત થયા હતા અને ૪૭ ઘાયલ થયા હતા. આ બસ હરિયાણાના કુરુક્ષેત્રના તીર્થયાત્રાઓને જમ્મુ-કાશ્મીરના રેઅસી જિલ્લાના પોની વિસ્તારમાં આવેલા શિવ કોરી તરફ લઇ જઇ રહી હતી. ે આ બસે ઉત્તર પ્રદેશમાંથી મુસાફરી શરૂ કરી હતી.