સિંધુભવન,મોટેરા અને શીલજમાં આવેલાં ૧૩ પ્લોટોનું વેચાણ કરાશે

અમદાવાદ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન, મોટેરા, થલતેજ શીલજ વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા કુલ ૧૩ પ્લોટ વેચાણ કરવાનો ર્નિણય છસ્ઝ્રએ લીધો છે. આ પ્લોટના વેચાણથી ૧૦૦૦ કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે. આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે. એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ આવેલો પ્લોટ સૌથી મોંઘો રૂપિયા ૨૦૫ કરોડનો છે. સિંધુભવન રોડ પરના બંને પ્લોટ ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. છેલ્લા બે મહિનામાં ૨૨ જેટલા પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, જેમાં ૧૦ જેટલા પ્લોટનું વેચાણ થયું હતું. ૧૨ પ્લોટનું વેચાણ થયું ન હતું, જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ૨૧ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. ૨૭ સપ્ટેમ્બર બીડ સીલ કરવાની છેલ્લી તારીખ છે.રાજ્ય સરકાર તરફથી ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલ હેતુનાં પ્લોટ વેચાણ કરવામા આવે છે. જેનું ઇ ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફિકસીંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. છસ્ઝ્ર દ્વારા મોટેરામાં બે, બોડકદેવમાં ત્રણ, નિકોલમાં બે, થલતેજ, વટવા, શીલજ, વસ્ત્રાલ, મકરબા અને ચાંદખેડા એક એમ કુલ ૧૩ પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution