ગુજરાતમાંથી 1200 ઓક્સિજન સીલિન્ડર આ દેશમાં મોકલવામાં આવ્યા

અમદાવાદ-

ગુજરાતમાંથી ૧૨૦૦ ઓક્સિજન સિલિન્ડર નાગાલેન્ડ મોકલવામાં આવ્યા છે. રાજ્યમાંથી પ્રથમ વખત ઓક્સિજનનો આટલો મોટો જથ્થો અન્ય રાજ્યમાં મોકલવામાં આવ્યો છે. કચ્છથી અમદાવાદ આવેલા મેડિકલ સિલિન્ડરને નાગાલેન્ડ મોકલવામાં આવ્યા હતા. નાગાલેન્ડમાં કોરોનાના દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં ઓક્સિજનના દર્દીઓને રાહત આપવા માટે ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે ગુજરાતમાંથી ૫૦૦ સિલિન્ડર મંગાવ્યા છે.જેમાંથી ૨૫૦ સિલિન્ડરનો પ્રથમ જથ્થો પહોચી ગયો છે.

ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર પહોચાડવા માટે રેલ્વેની મદદ લેવામાં આવી છે. ગુજરાતમાંથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે જે વિવિધ સ્થળોએ ઓક્સિજન પહોચાડી રહી છે. જયપુરમાં આવી રીતે જ રાજ્યમાંથી ઓક્સિજનનો જથ્થો પહોચાડવામાં આવ્યો હતો. રાજસ્થાનની તમામ હોસ્પિટલમાં ટેન્કરો દ્વારા ઓક્સિજનના આ જથ્થાને સપ્લાય કરવામાં આવશે. રેલ્વેના અધિકારીઓ અનુસાર કોરોના સંક્રમણને જાેતા ભારતીય રેલ્વે તરફથી રાજ્યોને લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોચાડવા માટે વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ રેલ્વે સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution