અમદાવાદ-
અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ગુજરાતના 12 જેટલા વૈજ્ઞાનિકોને તેમના સંબંધિત ક્ષેત્રોના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જાણીતી યુનિ. તથા કોલેજોનો સમાવેશ કરાયો છે. આ કોલેજોમાં એમપી શાહ મેડીકલ કોલેજ જામનગરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનિય છે કે, આ ડેટાબેઝ 1.50 લાખ જેટલા વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમણે 'પ્રમાણિત પ્રશાંસપત્ર સૂચક'માં સ્થાન મળ્યું છે. તેમને એચ.ઈનડેક્સમાં સમાવિષ્ટ કરાયા છે. મહત્વનુું છે કે, અત્યાર સુધી ત્યાં કોઈ મોટા પાયે ડેટાબેસ નથી. જે દરેક ક્ષેત્રના તમામ વૈજ્ઞાનિકોના સંશોધનના ઉંડાણ સુધી પહોંચી શકે. અહેવાલમાં મોટાભાગે સ્કુપ્સનો સંદર્ભ આપવાામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. જે વૈજ્ઞાનિક જર્નલ બનાવે છે અને સંદર્ભ સૂચકાંક આપે છે. આ વૈજ્ઞાનિકોમાં વલ્લભ વિદ્યાનગર યુનિ., એમ.એસ.યુનિ., ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ., એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર, સરદાર પટેલ રિન્યુએબલ એનજી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિ., સેપ્ટ યુનિ. ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ પાટણ, સેન્ટ જેવિયર્સ કોલેજ અમદાવાદ, આણંદ એગ્રીકલ્ચર યુનિ. અને મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડીયાદ અને ચારુસેટનો સમાવેશ કરાયો છે. એસપીયુના નિવૃત પ્રોફેસર અને હાલમાં ચારુસેટમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર દત્તા માડમવરે બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં 749 વર્લ્ડ વાઈડ રેન્ક મેળવ્યો છે. એવી જ રીતે એસપીયુના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર એન.વી.શાસ્ત્રીને કેમિકલ એન્જિનિયરીંગના ક્ષેત્રમાં 791મો રેન્ક મળ્યો છે. જ્યારે એસપીયુના જ મટીરીયલ સાયન્સ વિભાગના નિવૃત પ્રોફેસર એલ.એમ. મનોચાને 2432મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સાથે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ ડીન અંબિકાનંદન મિશ્રા કે જેઓનું તાજેતરમાં જ નિધન થયું તેમને તેમના 176 પેપર ફાર્માકોલોજી અને ફાર્મસી અંતર્ગત 1279મું સ્થાન પ્રાપ્ત થયું છે. તેમનું આ રિસર્ચ 1985થી ર019નું હતું. આ ઉપરાંત પ્રોફેસર ઓસ્વાલ અને પ્રતાપ બહાદુરને પણ કેમ.કેલ એન્જિનિયરીંગ તથા કેમિકલ ફિઝીક્સ અંતર્ગત આ યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે.