ગુજરાતના ૧૨ સાંસદો દિલ્હીમાં ‘બેઘર’: સી.આર.પાટીલને પણ બંગલો મળ્યો નથી


નવીદિલ્હી:ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સરકારે નવા નેતાઓને ચાન્સ આપ્યો હતો. જેઓ જીતીને દિલ્હી તો પહોંચી ગયા છે પણ હવે સરકારી આવાસ નથી મળી રહ્યાં. રાજ્યમાં પણ એક ડઝન સાંસદો સરકારી આવાસની રાહ જાેઈને બેઠા છે પણ આગામી ૬ મહિના સુધી સરકારી ક્વાર્ટર ફાળવાય તેવી સંભાવના નહીવત છે. આ ફક્ત ગુજરાતની વાત નથી દેશભરના સાંસદોની આ સ્થિતિ છે. જેઓને દિલ્હીમાં સરકારી આવાસ મળી રહ્યાં નથી. દીવના સાંસદે પણ જણાવ્યું હતું કે અમને હજુ ક્વાર્ટર ફાળવાયા નથી હું હજુ દીવના ભવનમાં જ રહું છું. લોકસભાની ચૂંટણી પછી ત્રીજી વખત સત્તારૂઢ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અને પાર્લામેન્ટમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ એક અહેવાલ હતો કે, રૂપાણી સરકાર સમયના કેટલાક નેતાઓએ ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટસ ખાલી કર્યા નથી. ગુજરાતના ગાધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટર્સની હાલત છે તેવી જ હાલત અત્યારે સંસદસભ્યો માટેના દિલ્હીના ક્વાર્ટર્સની જાેવા મળી રહી છે.નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજી કોઇ ઠેકાણું પડ્યું નથી. ઘણાં પૂર્વ સંસદસભ્યોએ હજી સરકારી આવાસ ખાલી કર્યા નથી. તેથી વર્તમાન પાર્લામેન્ટમાં ગુજરાતના સંસદસભ્યોને સરકારી આવાસ મળી શક્યા નથી. હાલ તમામ નવા સાંસદોએ ગરવી ગુજરાત ભવનને પોતાનુ નિવાસ બનાવવું પડ્યું છે. ગુજરાતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલને પણ હજી સુધી સરકારી બંગલો મળી શક્યો નથી. તો બાપડા સાંસદોનો ગજ કયાંથી વાગે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution