૧૨ એરપોર્ટ અને ૮ હોસ્પિટલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

નવી દિલ્હી  : દિલ્હીની બે સરકારી હોસ્પિટલ અને ૈંય્ૈં એરપોર્ટને બોમ્બની ધમકી આપ્યા બાદ હવે ભોપાલ એરપોર્ટને પણ બોમ્બની ધમકી મળી છે. ભોપાલની સાથે દિલ્હી, અમદાવાદ, લખનૌ, અગરતલા, પટના, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ, જયપુર, કાલિકટ અને બાગડોગરા એરપોર્ટને પણ બોમ્બની ધમકી મળી છે. આ તમામ મેઇલ લગભગ ૩ વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યા હતા. મેઈલ મોકલનાર વ્યક્તિના ગ્રુપનું નામ કોર્ટ જણાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, ડીડીયુ, જીટીબી, બારા હિન્દુ રાવ, જનકપુરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અરુણા આસફ અલી હોસ્પિટલને ઈમેલ દ્વારા અલગ-અલગ ધમકીઓ મળી છે ઝ્‌રૈંજી નો મેલ મોકલવામાં આવ્યો છે. મેલમાં લખવામાં આવ્યું હતું કે એરપોર્ટ બિલ્ડિંગમાં વિસ્ફોટક ઉપકરણ લગાવવામાં આવ્યું છે. થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આને ધમકી ન ગણશો. બોમ્બને ડિફ્યુઝ કરો નહીંતર અનેક નિર્દોષ લોકોના જીવ જશે તેવી ધમકી બાદ એરપોર્ટ ઓથોરિટીએ સાવચેતી રાખી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution