દિલ્હી-
એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યૉરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) દ્વારા સંચાલિત સામાજિક સુરક્ષા યોજનામાં ઑક્ટોબર મહિના દરમિયાન વધુ 11.75 લાખ મેમ્બર જાેડાયા હતા. સપ્ટેમ્બરમાં 11.49 સભ્યોનો ઉમેરો થયો હતો. જૂનમાં 8.27 લાખ નવા મેમ્બર જાેડાયા હતા, જ્યારે મેમાં એ આંકડો 4.87 લાખ અને એપ્રિલમાં 2.62 લાખ હતો. એ જાેતાં, ઑક્ટોબરમાં મેમ્બરશિપનું પ્રમાણ વધ્યું હતું તેમ જ દેશમાં રોજગારના ક્ષેત્રને લગતું એક ચિત્ર પણ સ્પષ્ટ થયું હતું. એ ઉપરાંત, લૉકડાઉન હળવું થતું ગયું એમ રોજગાર ક્ષેત્રે વધુને વધુ લોકોની ભરતી થતી ગઈ એ મુદ્દો પણ નજર સમક્ષ આવ્યો.
આ આંકડા નેશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
આ અહેવાલ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) તથા પેન્શન ઍન્ડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએફઆરડીએ)સહિતની યોજનાઓ સાથે સંકળાયેલા નવા સબસ્ક્રાઇબરોના પેરોલ ડૅટા પર આધારિત છે. જુલાઈમાં નવા મેમ્બરોની સંખ્યા 7.61 લાખ અને ઑગસ્ટમાં 9.47 લાખ હતી. વર્ષ 2019-20માં ઇએસઆઇસી દ્વારા સંચાલિત યોજનામાં કુલ 1.51 કરોડ મેમ્બર જાેડાયા છે. આગલા વર્ષમાં એ આંકડો 1.49 કરોડ હતો.