ગોદરેજ કેપિટલની સુરતમાં ૧૦૦ ટકા વૃદ્ધિ, ૨૦૦ કરોડની એયુએમ મેળવી  



ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે ગયા વર્ષની સરખામણીમાં સુરતમાં લગભગ ૧૦૦ ટકા વૃદ્ધિ નોંધાવી છે અને આ પ્રદેશમાં રૂ. ૨૦૦ કરોડની એયુએમ હાંસલ કરી છે.

ગુજરાતમાં ગોદરેજ કેપિટલની વૃદ્ધિ યોજનાઓ માટે સુરત એક મહત્વનું બજાર રહ્યું છે, જે રાજ્યમાં તેના રૂ. ૪૫૦ કરોડના બિઝનેસમાં લગભગ ૪૫ ટકા હિસ્સો ધરાવે છે. કંપની એમએસએમઈ સેક્ટરમાં તેની હાજરી અને પ્રતિબદ્ધતાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ૧૨ મહિનાથી ઓછા સમયમાં, કંપનીએ સમગ્ર એમએસએમઈમાં વ્યાપક શ્રેણીની પ્રોડક્ટ ઓફરિંગ્સ અસરકારક રીતે પૂરી પાડવા માટે સુરતમાં તેના ચેનલ પાર્ટનર્સનું નેટવર્ક ત્રણ ગણું વધારીને કુલ ૩૦૦ કર્યું છે.

ગોદરેજ કેપિટલના એમડી અને સીઈઓ મનીષ શાહે જણાવ્યું હતું કે, “એમએસએમઈ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સાથે, સુરત અને ગુજરાત અમારા માટે આવશ્યક બજારો બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં અમારી કામગીરીએ અમારી વિસ્તૃત પહોંચ અને સુધારેલી સેવા ક્ષમતાઓ દર્શાવી છે. અમારો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને નવીનતમ પ્રોડક્ટ્‌સ અમારી સફળતાની ચાવી છે. સુરતમાં અમે ટેક્સટાઇલ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય ઉદ્યોગો પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. હાલમાં ગોદરેજ કેપિટલની કુલ એયુએમ રૂ. ૧૧,૫૦૦ કરોડ છે અને કંપનીએ તેને ૨૦૨૬ સુધીમાં રૂ. ૩૦,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશભરમાં લગભગ ૩,૮૦૦ ચેનલ પાર્ટનર્સના વિસ્તરણ નેટવર્ક સાથે ગોદરેજ કેપિટલ તેની વિવિધ પ્રોડક્ટ્‌સમાં ૨૦,૦૦૦થી વધુ લોન એકાઉન્ટ્‌સને સેવાઓ પૂરી પાડે છે. કંપની આગામી બે વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ પાર્ટનર્સ સુધી વિતરણ નેટવર્ક વિસ્તારવા માંગે છે. સુરત ઉપરાંત ગોદરેજ કેપિટલ અમદાવાદ, વડોદરા, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી-એનસીઆર અને પૂણે સહિત ૪૦થી વધુ શહેરોમાં તેની એમએસએમઈ લોન ઓફરિંગ્સ વિસ્તારે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution