શહેરના ૧૦૦ વાહનચાલકો ટ્રાફિક પોલીસના રડાર પર!

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે સ્પેશ્યિલ ડ્રાઇવ ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરનાર વાહન ચાલકોનુ હિટલીસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમા ૧૦૦ જેટલા વાહન ચાલકો ટ્રાફિક પોલીસની રડાર પર છે. તેમનુ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તે તમામને પકડીને સ્થળ પર જ દંડ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં આરીટીઓ વિભાગ પણ શહેર ટ્રાફિક વિભાગ સાથે જાેડાયુ હતું.

શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ શહેરના રાજમાર્ગો પર વધી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોને ભંગ વારંવાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઇ ચલણ ફટકારવામાં આવાતા હોય છે. પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઇ ચલણ ભરવામાં આવતા નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુકત રીતે વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કામગીરી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ૧૦૦ જેટલા વાહન ચાલકોને આઇડેન્ટી ફાય કરવામાં આવ્યા છે. જેમાં એક વાહન ચાલક સામે સૌથી વધુ ૭૨ ઇ-ચલણ અને સૌથી ઓછા ૧૪ ઇ-ચલણ ટ્રાફિક પોલીસ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. છતા આ ૧૦૦ જેટલા વાહન ચાલકો તેમના બાકી ઇ-ચલણની ભરપાઇ કરતા નથી. આજથી ટ્રાફિક પોલીસ અને આરટીઓના અધિકારીઓ દ્વારા ૧૦૦ વાહન ચાલકોને રડારમાં લીધા છે. તેમના બાકી ઇચલણની વસૂલાત સ્થળ પર જ કરવા સુધીની કામગીરી કરવાના છે તેમજ પ્રોપર ડોક્યુમેન્ટસ નહીં હોય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દંડ નહી ભરે તો તેમના વાહનો પણ ડીટેઇન કરવામાં આવશે.

એક જ વાહન ચાલકને ૭૨ ઇ-ચલણ જનરેટ થયા

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૧૦૦ જેટલા વાહન ચાલકોને આઇડેન્ટી ફાય કરવામાં આવ્યા છે જે વાહન ચાલકો વારંવાર ટ્રફિક નિયમોના ભંગ કરવાની ટેવ વાળા હોય છે. જે તમામ વાહન ચાલકો શહેર ટ્રાફિક પોલીસની રડારમાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા તેવા ૧૦૦ વાહનચાલકો પૈકી એક વાહન ચાલકને સૌથી વધુ ૭૨ ઇ-ચલણ આપવામાં આવ્યા છે, જયારે સૌથી ઓછા ૧૪ ઇ-ચલણ જનરેટર કરવામાં આવ્યા છે.

લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં ભરાશે ટ્રાફિક ડીસીપી

આજથી ટ્રાફિક પોલીસ અને આરટીઓને સાથે રાખીને શહેરના ૧૦૦ વાહન ચાલકો, જે વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરે છે તેની સામે પગલા લેવાની કામગીરીની શરૂઆત કરી છે. વાહનચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટસ નહીં હોય કે પછી ઇ-ચલણ સ્થળ પર નહીં ભરી શકે તેવા વાહનો ડીટેઇન કરીશું. દંડની ભરપાઇ કરશે તો વાહન પરત આપીશું, પરંતુ જાે ડોક્યુમેન્ટસનો અભવા હશે તો તે વાહનચાલકનું લાઇસન્સ રદ્દ કરવા સુધીના પગલા ભરીશું.

જ્યોતિ પટેલ, શહેરી ટ્રાફિક ડીસીપી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution