૧૦ વર્ષ જૂનું આધાર અપડેટ કરવું જરૂરી


નવીદિલ્હી,તા.૫

ેંૈંડ્ઢછૈંએ નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. આ હેઠળ જાે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આધાર માટે રજીસ્ટ્રેશન કરાવશે તો તેઓ વધુમાં વધુ ૬ મહિનામાં કાર્ડ મેળવી શકશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ેંૈંડ્ઢછૈં) માં એનરોલમેન્ટ કર્યા પછી વ્યક્તિનું રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા એટલે કે સ્થાનિક સ્તરે વેરિફિકેશન કરવામાં આવશે. હવેથી આ થ્રી-ટાયર વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

વાસ્તવમાં હવે આધાર સેવા કેન્દ્રમાંથી એનરોલમેન્ટ કરાવ્યા બાદ સેન્ટરમાંથી પ્રથમ વ્યક્તિનો ડેટા બેંગલુરુમાં ેંૈંડ્ઢછૈંના ડેટા સેન્ટર પર પહોંચશે. ત્યાંથી તેને વેરિફિકેશન માટે રાજધાનીમાં મોકલવામાં આવશે. આ પછી તેને રાજધાનીના સંબંધિત જિલ્લામાં મોકલવામાં આવશે. આ ત્રણ લેવલ પર વેરિફિકેશન કર્યા પછી જ વ્યક્તિ આધાર કાર્ડ મેળવી શકશે. રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સુરક્ષા સંબંધિત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આધાર યોજનાના પ્રથમ તબક્કામાં ૨૦૧૦-૧૧માં એનરોલમેન્ટ પછી જે લોકોએ આધાર કાર્ડ બનાવ્યા હતા તે સમયે ખાનગી એજન્સીઓ પાસે આધાર કાર્ડ બનાવવાની જવાબદારી હતી. પછી અરજદાર દ્વારા આપવામાં આવેલી મૌખિક માહિતીના આધારે જ નોંધણી કરવામાં આવી હતી. આ પૈકી કેટલાક નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૦ વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડ ધરાવતા લોકો માટે તેમનું સરનામું અને ઓળખ અપડેટ કરવી જરૂરી છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા અપડેટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન ફ્રી અપડેટની સમયમર્યાદા પણ ત્રણ વખત લંબાવવામાં આવી છે. ગયા મહિને આ સમયમર્યાદા ૧૪મી જૂનથી ૧૪મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. ઓનલાઈન અપડેટમાં સરનામું અને ઓળખ બંને સંબંધિત દસ્તાવેજાે અપલોડ કરવા પણ ફરજિયાત છે. આ વિના અપડેટ શક્ય નથી. બાયોમેટ્રિક ડેટા (ફિંગર પ્રિન્ટ, આઇરિશ સ્કેન અથવા ફેસ ઓથેન્ટિકેશન) પણ ઑફલાઇન અપડેટ કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution