દિલ્હીમાં ૧૦ ઇંચ વરસાદઃ ગાડીઓ ડૂબી પાવર કટઃ સાંસદોનાં બંગલામાં પાણી ઘૂસ્યા

નવી દિલ્હી: પાણીના એક-એક ટીપા માટે તરસતા દિલ્હીમાં આજે પાણી જ પાણી છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમિાં ૨૨૮.૧ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ ૨૮ જૂન, ૧૯૩૬ના રોજ ૨૩૫.૫ મીમી વરસાદ પડ્યોદ હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. લ્યુટિયન્સ દિલ્હીનો વિસ્તાર, જ્યાં સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે, એ પણ પાણીમાં ડૂબી ગયો છે. દિલ્હીમાં શુક્રવારે સવારે ૩ વાગ્યાથી શરૂ થયેલો ભારે વરસાદ લગભગ સાડાત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે સમગ્ર દિલ્હી-એનસીઆરની હાલત ખરાબ થઈ ગઈ હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સાંસદના ઘરમાં પાણી ઘૂસતાં તેમને ઊંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. ચોમાસાના પહેલા જ વરસાદે દિલ્હી દ્ગઝ્રઇની ડ્રેનેજ સિસ્ટમનો પર્દાફાશ કર્યો. દરેક જગ્યાએ પાણી ભરાયાં છે. દિલ્હી-એનસીઆર હાલમાં વહેલી સવારના વરસાદ બાદ ટ્રાફિકજામનો સામનો કરી રહ્યું છે. લોકો પાણીમાં ફસાયા છે, જાેકે આ વરસાદની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે એ જાેતાં લોકો કહી રહ્યા છે કે વરસાદે તો હદ વટાવી. અનેક વિસ્તારોમાં પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.શુક્રવારે સવારે દિલ્હી-દ્ગઝ્રઇમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદને કારણે દિલ્હીના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. લ્યુટિયન્સ દિલ્હીનો વિસ્તાર, જ્યાં સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે, એ પણ પાણીમાં ડૂબી ગયો છે. સ્થિતિ એવી હતી કે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવને તેમના સ્ટાફે ઊઁચકીને ગાડીમાં બેસાડ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને આ બાબતે પૂછ્યું તો તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા. રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે આમાં દ્ગડ્ઢસ્ઝ્રની ભૂલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution