કોલંબો-
કોવિડ-19ની ત્રીજી લહેર સામે લડવા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે શુક્રવાર રાતથી 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો છે. કોવિડ-19 મહામારીના નિવારણ માટે રાષ્ટ્રીય કેન્દ્રએ કહ્યું છે કે, શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટે સવારે 4 વાગ્યા સુધી લોકડાઉન લાગૂ રહેશે. સેના પ્રમુખ જનરલ શવેન્દ્ર સિલ્વાએ કહ્યું કે, શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટ સવારે 4 વાગ્યા સુધી કોવિડ કરફ્યૂ લાગૂ રહેશે. સિલ્વા કોવિડ-19ના નિવારણ માટેના રાષ્ટ્રીય કેન્દ્રના પ્રમુખ પણ છે. સંક્રમણના કેસોમાં વધારો થવાના કારણે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાન, કબ્રસ્તાનમાં પણ ભાર વધી ગયો છે. તબીબી કર્મચારીઓએ અગાઉ પ્રતિબંધ માટે વિનંતી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ તેમની માંગ ફગાવી દીધી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આનાથી દેશના અર્થતંત્ર પર ખરાબ અસર પડશે. જો કે, શાસક ગઠબંધનના સભ્યો અને એક પ્રભાવશાળી બૌદ્ધ સાધુએ લોકડાઉનની માંગણી કર્યા બાદ રાષ્ટ્રપતિએ આ આદેશ આપ્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કોવિડ-19ની ત્રીજી લહેર સામે લડવા માટે 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. શુક્રવાર રાતથી જ આ આદેશ લાગૂ કરવામાં આવ્યા છે.