૧૦ બેસ્ટ ટિપ્સ, જે ઇન્કમટેક્સ સેવિંગ્સમાં મદદરૂપ થશે



નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની ૈં્‌ઇ ફાઈલ માટે હવે થોડા દિવસો જ બાકી છે. લોકો વર્ષ દરમિયાન જે આવક મેળવી છે તેના પર આવકવેરો ચુકવવા માટે ૈં્‌ઇ ફાઈલ કરી રહ્યા છે. ૈં્‌ઇ ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે ત્યારે આજે તમને ૧૦ ટ્રિક્સ જણાવીશુ જેનાથી ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ ઘણો બધો ટેક્સ બચાવી શકો છે.આવકવેરા અધિનિયમ કલમ ૮૦ઝ્ર હેઠળ પગારમાંથી કપાતો પ્રોવિડન્ટ ફંડ, ૮૦ઝ્રઝ્રઝ્ર હેઠળ પેન્શન ફંડમાં જમા કરેલી રકમ, વીમા પોલિસી પ્રીમિયમની રકમ, દ્ગજીઝ્ર, ઁઁહ્લમાં કરેલું રોકાણ, જૂનું દ્ગઝ્રજી, ઁઁહ્લમાં કરેલું રોકાણ, યુનિટ લિન્ક્‌ડ પ્લાન, ટ્યુશન ફી, ૫ વર્ષથી વધુની એફડી, ઇક્વિટી લિન્ક્‌ડ સેવિગ્સ સ્કીમ, હોમ લોન માટેની રકમ વગેરે યોજનામાં કરેલા રોકાણ પર રૂપિયા ૧,૫૦,૦૦૦ની છૂટ આપવામાં આવે છે.સેક્શન ૮૦ઝ્ર હેઠળની છૂટ સિવાય, તમને નેશનલ પેન્શન સ્કીમમાં કરેલા રોકાણ પર રૂપિયા ૫૦,૦૦૦ની છૂટ મેળવી શકો છો. આ યોજનાથી તમે દર વર્ષે કરવામાં આવતા રોકાણ પર માત્ર ઈન્કમ ટેક્સ જ નહીં પણ નિવૃતિ બાદ તમને પેન્શનનું સુખ પણ મળી શકે છે.ઘણા લોકોને કદાચ આ વાતની ખબર નહીં હોય કે બેન્કના સેવિંગ એકાઉન્ટમાં મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. જાેકે આવકવેરા અધિનિયમની કલમ ૮૦્‌્‌છ હેઠળ, તમે તમને તમારા બચત ખાતામાંથી જે પણ વ્યાજ મળે છે. તેમાંથી, તમે ૧૦,૦૦૦ રૂપિયાની રકમ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એફડી અથવા રિકરિંગ ડિપોઝીટ પર મળતું વ્યાજ કરમુક્ત નથી.હોમ લોનની ઈસ્ૈંમાં બેન્કને ચુકવવામાં આવતી વ્યાજની રકમમાંથી વાર્ષિક ૨ લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. આ ઉપરાંત જે લોકો ભાડાના મકાનમાં રહે છે, તે ભાડાની રસીદ આપીને ટેક્સ બચાવી શકાય છે.

જાે તમારી ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે અને તમે તમારા માટે, તમારા પત્ની અથવા બાળકો માટે સ્વાસ્થ્ય વીમા પોલીસીનું પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, તો તેમાંથી ૨૫,૦૦૦ રૂપિયા સુધીની રકમ પર ઈન્કમ ટેક્સમાંથી છૂટ મેળવી શકો છો. એટલું જ નહીં પણ જાે તમારા માતા-પિતાની ઉંમર ૬૦ વર્ષ કરતા વધુ હોય. અને તમે તેમના માટે પણ પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, તો તમે રૂપિયા ૫૦,૦૦૦ સુધીની વધારાની છૂટ મેળવી શકો છો. આવકવેરાની આ કલમ હેઠળ જાે તમારી ઉંમર ૬૦ વર્ષથી વધુ છે, તો તમે ૨૫,૦૦૦ના બદલે ૫૦,૦૦૦ રૂપિયા સુધીના પ્રીમિયમ પર રીબેટ પણ મેળવી શકો છો જાે તમારા ઘરે કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો તેના પર થતા ખર્ચ પર પણ આવકવેરામાં મુક્તિ મેળવી શકો છો. જેમાં વિકલાંગતા ૪૦ થી ૮૦ ટકા સુધી હોય તો ૭૫,૦૦૦ રૂપિયા સુધીની છૂટ મેળવી શકાય છે અને જાે વિકલાંગતા ૮૦ ટકાથી વધારે હોય તો ૧,૨૫,૦૦૦ રૂપિયા સુધીની છૂટ મેળવી શકાય છે.

આવકવેરા કાયદાની કલમ ૮૦ડ્ઢડ્ઢમ્ પ્રમાણે પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનનાં રોગ પર ખર્ચવામાં આવેલી રકમ પર ટેક્સની છૂટ આપવામાં આવે છે. જેમાં ડિમેન્શિયા, અફેસીયા, પાર્કિન્સન, કેન્સર, એઇડ્‌સ, રેનલ ફેલ્યોર, હોમોફીલિયા અને થેલેસીમિયા જેવા રોગોનો સમાવેશ થાય છે. આ કલમમાં જાે દર્દીના આશ્રિતની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે, તો ૪૦,૦૦૦ હજાર અને જાે ઉંમર ૬૦ વર્ષ કરતા વધુ છે તો ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીનાખર્ચને કરપાત્ર આવકમાંથી બાદ કરી શકાય છે.આવકવેરા અધિનિયમ કલમ ૮૦ઈ હેઠળ, તમારા પત્ની કે બાળકો માટે લીધેલી એજ્યુકેશન લોન પર ચુકવવામાં વ્યાજને કરપાત્ર આવકમાંથી બાદ કરવામાં આવે છે. આ કલમ હેઠળ ચુકવવામાં આવેલ વ્યાજની સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી ગણવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખવું વ્યાજની રકમ મહત્તમ ૮ વર્ષ માટે જ ટેક્સ ફ્રી છે. જાે ૮ વર્ષ કરતા વધુ સમય માટે લોન ચૂકવો છો તો ૮ વર્ષ પછીના વ્યાજ પર કોઈ છૂટ મળી શક્શે નહીં.છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઈન્કમ ટેક્સની ગણતરી અને ચુકવવાની બે વ્યવસ્થા છે. જેમાં ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ છે. જૂની ટેક્સ રિજીમમાં ઘણી છૂટ આપવામાં આવતી હતી પરંતુ ટેક્સના દર થોડા વધારે છે. જયારે નવી ટેક્સ રિજીમમાં મોટાભાગની છૂટ આપવામાં નથી આવતી, પરંતુ તેમાં ટેક્સના દર ખુબ ઓછા છે. તેથી કાળજીપૂર્વક ગણતરી કરીને ટેક્સ રિજીમ નક્કી કરવી જાેઈએ.

દર વર્ષે ૈં્‌ઇ ફાઈલ કરવા માટે છેલ્લી તારીખ ૩૧ માર્ચ હોય છે, પરંતુ કેટલીક વાર આ તારીખ લંબાવવામાં આવે છે. જાે તમે ૩૧ માર્ચ પહેલા ટેક્સની રકમ જમા કરાવી નથી, તો તમારે તે રકમ પર વ્યાજ અને અમુક દંડ પણ ચૂકવવો પડે છે. એટલા માટે હંમેશા પહેલા જ પોતના વર્ષના આવક અને ખર્ચની ગણતરી કરીને ૩૧ માર્ચ પહેલા ૈં્‌ઇ ફાઈલ કરવું જેથી કરીને વ્યાજ અને દંડથી બચી શકાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution