શહેર નજીક રણોલી જીઆઇડીસીમાં આવેલી શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ કર્મચારીઓને ૭.૨૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.
શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રણોલી જીઆઇડીસીમાં આવેલ રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં.૪માં ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ભારત ગેસના ઘરેલુ બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડીયન ગેસ એજન્સીના કોર્મશીયલ ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરે છે. બોટલોને ફરી સીલ કરી રિ-પેકિંગ કરી ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરી કરી રહ્યા છે. જે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઇવરો તથા હેલ્પરોએ પોત પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજીત કારવતરૂ રચ્યુ હતું. ગ્રાહકોને ડિલિવરી ઘરેલુ વપરાશ માટે ના ભરેલા ગેસના બોટલો ડિલિવર ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલા લોખંડની પાઇપ વડે ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી લેતા હતાં. આ કોર્મોશિયલ બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથઈ સીલ કરી રિ-ફિલિંગ રિ પેકિંગ કરતા હતા. આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકોને ગેસ ભરેલ બોટોલો નિયત સ્ટોક મુજબના છે, તેવો વિશ્વાસ ભરોસો આપી, ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃતિ કરતા રેઇડ દરમિયાન ૧૦ ઇસમને કુલ ૭.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ગેસ રિફિલિંગ કરતાં આરોપીઓ
મયુદ્દીન નસરૂદ્દીન બેલીમ (રહે, કાલોલ), ધર્મેશ રાજુભાઇ રાવળ (રહે, કિશનવાડી), અરવિંદભાઇ રમેશભાઇ રાવળ (રહે, કિશનવાડી), મેહબુબ મહોમદભાઇ મલેક (રહે, તરસાલી સોમાતળાવ રોડ), ઇમરાન બરકતભાઇ શેખ (રહે, માણેજા), નિલેશ ભીખાભાઇ સોમવંશી (રહે, કિશનવાડી), સોહીલ અજબસિંહ પરમાર (રહે, આણંદ), શબ્બીરમીયા મોહંમદમીયા મલેક (રહે, વુડાના મકાન ડભોઇ રોડ), સલમાન મીરસાબભાઇ ચૌહાઅ (રહે, આણંદ), લતીફમીયા હનીફમીયા મલેક (રહે, કાલોલ)
અગાઉ પણ કરોડિયા રોડ પરથી ગેસ રીફિલિંગનું કૌભાડ ઝડપી પાડ્યું હતું
અગાઉ ૨૮ જુલાઇ ૨૪ના રોજ એસઓજી દ્વારા જવાહરનગર, કરોડિયા રોડ ઉપર આવેલા ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૬ કર્મચારીઓને ૨.૯૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.