1 હજાર કરોડના હવાલા રેકેટનો થયો પર્દાફાશ, ચીની નીગરિકની સંડોવણી

દિલ્હી-

ચીનના નાગરિક દ્વારા ભારતમાં રહીને રૂપિયા 1000 કરોડ હવાલાનો ધંધો કરનારની ઈન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તેમણે પૂછતાછમાં જાણવા મળ્યુ કે લોઉ સંગ નામનો આ વ્યક્તિ ભારતમાં ઓળખ બદલીને રહેતો હતો. તેણે મણિપુરની એક છોકરી સાથે લગ્ન પણ કર્યા હતા.

મળતી માહિતી મુજબ લોઉ સંગ પોતાની ઓળખ બદલીને ચાર્લી પૈગ નામે રહેતો હતો અને પોતાને ભારતીય નાગરિક ગણાવતો હતો. તેની પાસેથી નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ મળી આવ્યા હતા. તે હવાલાનાં માધ્યમથી રોજ 3 કરોડ રૂપિયા કાઢતો હતો. તેમાં તેની મદદ બંધન બેન્ક અને ICICI બેન્કના અધિકારીઓ કરતા હતા. 

પૈસાની લેવડ દેવડ માટે લાઉ સંગ 40 જેટલા બેન્ક એકાઉન્ટ ધરાવતો હતો. આ સ્કેન્ડલ 3 વર્ષથી ચાલી રહ્યુ હતુ. જેમાં નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી. આ સ્કેન્લમાં 1000 કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો સામે આવ્યો છે. 

IT વિભાગ દ્વારા દિલ્હી, ગાઝિયાબાદ અને ગુરૂગ્રામમાં ચીની નીગરિકોના 21 રહેઠાણો પર રેડ પાડી હતી. વિભાગને શરૂઆતમાં 300 કરોડની હવાલાની લેવડ દેવડનો અંદાજ હતો.પરંતુ હવે 1000 કરોડથી વધુ રકમ હોવાનો વિભાગનો અંદાજ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution