જામફળના પાનની 1 કપ ચા છે અનેક ગણી ગુણકારી,જાણો ફાયદા 

લોકસત્તા ડેસ્ક

શિયાળામાં ખાસ કરીને જામફળ લોકો ખૂબ ખાતાં હોય છે, એમાં પણ લાલ જામફળ વધારે ગુણકારી માનવામાં આવે છે. પરંતુ બહુ ઓછાં લોકો જામફળ અને તેના પાનના ઔષધીય ગુણો અને ફાયદા વિશે જાણે છે. જામફળ જ નહીં તેના પાનના પણ ગજબના ફાયદા છે. તેમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે. જેથી આજે અમે તમને જામફળના પાનની ખૂબ જ હેલ્ધી ચા વિશે જણાવીશું. આ હર્બલ ચા પીશો તો અનેક રોગોમાં ફાયદો થશે અને તમારે મોંઘી દવાઓ નહીં ખાવી પડે. ચાલો જાણીએ કઈ રીતે બનાવવી આ ચા અને તેના ફાયદાઓ વિશે.

જામફળના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, ફ્લેવોનોઈડ્સ અને ક્વેરસેટિકની સાથે મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ હોય છે. જામફળના પાનની ચા બનાવવા માટે 8-10 જામફળના પાન, અડધી ચમચી ચા પત્તી, દોઢ કપ પાણી અને મધની જરૂર પડશે. તેને બનાવવા માટે સૌથી પહેલાં જામફળના પાનને સરખી રીતે ધોઈ લો. પછી એક તપેલીમાં પાણી લઈને 2 મિનિટ ઉકાળો અને પછી તેમાં જામફળના પાન નાખીને તેમાં સ્વાદ અને કલર માટે થોડી ચા પત્તી નાખી દો. 10 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી છેલ્લે તેમાં અડધી ચમચી મધ નાખીને પી જાઓ. 

કોલેસ્ટ્રોલમાં લાભકારી

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર અનેક રોગો ઘર કરવા લાગે છે. ખાસ કરીને હાર્ટની ખતરનાક બીમારીઓ થવાનો ખતરો વધી જા. છે. બેડ કોલેસ્ટ્રોલ વધવા પર શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં બાધા આવે છે. જેના કારણે હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધે છે. જેથી જો તમે રોજ 1 કપ જામફળના પાનની ચા પી લેશો તો કોલેસ્ટ્રોલ નહીં વધે.

ડાયાબિટીસમાં લાભકારી

જામફળના પાનની ચા પીવાથી ડાયાબિટીસ ટાઈપ 2માં પણ ફાયદો થાય છે. ખાલી પેટ જામફળના પાનની ચા પીવાથી બોડીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છએ અને ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

ખીલને કરશે દૂર

જો તમને સ્કિન રિલેટેડ સમસ્યા રહેતી હોય અને અવારનવાર ચહેરા પર ખીલ થઈ જતાં હોય તો જામફળના પાનની ચા તમારા માટે બેસ્ટ છે. તે શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે અને સ્કિનના ડાઘ ધબ્બા પણ દૂર કરે છે. દિવસમાં એકવાર જામફળના પાનની ચા અવશ્ય પીવી જોઈએ. આનાથી તમને ખીલની સમસ્યા દૂર થઈ જશે.

વાળ ખરવા

જામફળના પાનની ચામાં રહેલાં ઔષધીય તત્વો લોહી સાફ કરવાનું કામ કરે છે. શરીરના ટોક્સિન્સ દૂર કરે છે. જેથી વાળ ખરવાની સમસ્યામાં પણ તે બેસ્ટ છે. રોજ જામફળના પાનની ચા પીવાથી વાળ ખરતાં અટકે છે અને વાળને પણ પોષણ મળે છે.

પેટ માટે રામબાણ

જામફળના પાનની ચા ગેસ, કબજિયાત અને પેટમાં દુખાવા સહિત અન્ય પેટની બીમારીઓમાં રામબાણનું કામ કરે છે. રોજ જામફળના પાનની 1 કપ ચા પીવાથી પેટની બીમારીઓ દૂર રહે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગણ શરીરના ટોક્સિન્સ દૂર કરવાની સાથે પેટને દુરસ્ત રાખે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution