૧.૯૭ કરોડની છેતરપિંડી આચરનાર સુરતથી ઝડપાયો

અમદાવાદ શેરબજારમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કમાવી આપશે તેવી લાલચ આપી છેતરપિંડી આચરનાર ગેંગના એક સાગરીતની સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે. આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે વ્હોટસએપ દ્વારા સંપર્ક કરી જુદા જુદા ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઈટમાં શેરની ખરીદ વેચાણ કરી ઊંચું વળતર બતાવી છેતરપિંડી આચરી હતી. સાઇબર ક્રાઇમે ફેનિલકુમાર ગોધાણી નામનાં સુરતના રહેવાસી યુવકની ધરપકડ ઠગાઈના ગુનામાં કરી છે. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ૧૪મી મે ૨૦૨૪ ના રોજ અમદાવાદમાં રહેતા એક વેપારીએ સાયબર ક્રાઇમમ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીના સમયગાળામાં તેઓને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના સંચાલક કરણવીર ધીલોનના નામે તેમજ સુનિલ સિંઘાનિયાના નામે જુદા જુદા મોબાઈલ નંબર પરથી વ્હોટસએપ મેસેજ કરવામાં આવ્યા હતા. તેઓનો સંપર્ક કરીને તેઓના આરોપીઓએ બનાવેલી બનાવટી વેબસાઈટ થકી શેરનું ખરીદી વેચાણ કરાવી આ શેર ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ કરવાના નામે ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૧ કરોડ ૯૭ લાખ ૪૦ હજાર રૂપિયા જેટલી રકમ ભરાવડાવી હતી. બનાવટી વેબસાઈટમાં બેલેન્સમાં બતાવી તેના મારફતે વેપારી પાંચ કરોડ રૂપિયા કમાવ્યા છે, તેવી ખોટી બાબતો બતાવી હતી. જાે કે ફરિયાદી પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત ન આપી તેઓને વધુ ૧૫% રકમ ટેક્સ ભરવાનું જણાવ્યું હતું. જેથી વેપારીને શંકા જતા આ મામલે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધાતાની સાથે જ ટેકનિકલ એનાલિસિસ કરી તેમજ અને સુરતથી ફેનીલકુમાર વિનુભાઈ ગોધાણી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીને ર્ફંડ્ઢછર્હ્લંદ્ગઈ ૈંડ્ઢઈછ કંનીના આવેલા આઈપીઓમાં ૧૧ રૂપિયાનો શેર ૬ રૂપિયામાં આપવાની લાલચ આપી હતી. વેપારીના ૧ કરોડ ૬ લાખ ૨૫ હજાર રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા તે બેન્ક ખાતાનો ધારક આ પકડાયેલો આરોપી છે. પકડાયેલો આરોપી સુરતમાં હીરા બજારમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યો છે. સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસ કરતા જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તે બેંક ખાતું મલેશિયા તેમજ દુબઈ જેવા દેશમાંથી ઓપરેટ થતું હોવાનું સાયબર ક્રાઇમને ધ્યાને આવ્યું છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે અન્ય આરોપીઓને પોતાનું બેન્ક એકાઉન્ટ આપતો હતો અને તેના બદલામાં તેણે અત્યાર સુધીમાં ૧૪ થી ૧૫ લાખ રૂપિયા કમિશન મેળવ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution