અમરેલીના પ્રાઇમરી ટીચર પાસેથી 1.26 કરોડની બેનામી સંપત્તિ કરાઈ જપ્ત

અમરેલી-

પ્રાથમિક શાળાના શિક્ષક સહિત ચાર સરકારી કર્મચારીઓ પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકતો એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને મળી આવી છે. એસીબીની તપાસમાં અમરેલી જિલ્લાના બાલાની વાવ સરકારી પ્રાથમિક શાળાના વર્ગ-૩ના શિક્ષક પાસેથી ૧.૨૬ કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. સાવરકુંડલાની નગરપાલિકાના વર્ગ-૩ ક્લાર્ક પાસેથી રૂ. ૧.૩૩ કરોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી ૧.૮૫ કરોડની બેનામી સંપત્તિ ઉપરાંત જમીન વિકાસ નિગમના નિવૃત્ત અધિકારી પાસેથી પણ ૧.૧૫ કરોડની અપ્રમાણસર મિલકત મળી છે.

ભાવનગરના રહેવાસી અને જમીન વિકાસ નિગમ (ભરૂચ)માંથી નિવૃત્ત ફિલ્ડ ઓફિસર શીબાભાઈએ ૯૫.૧૯ ટકા વધુ બેનામી સંપત્તિ ભેગી કરી છે. તેમની પાસેથી ૧.૧૫ કરોડની બેનામી મિલકત મળી છે. સાવરકુંડલાના સેનેટરી ઇન્સ્પેક્ટર રોહિત શેખવાએ આવક કરતાં ૬૧.૭૩ ટકા વધુ રકમનાં સાધનો અને મિલકતો વસાવી હોવાનું બહાર આવતાં તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.

કિશોર શેખવા પાસેથી આવક કરતાં ૪૯.૭૩ ટકા વધુ બેનામી સંપત્તિ મળી છે. રાજ્ય સેવક તરીકે ગેરકાયદે કરોડોની જમીનો, મિલકતો અને સાધનો પોતાનાં તેમજ પરિવારજનોના નામે ખરીદ્યાં હતાં. અમરેલીના બાલાનીવાવ ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાભલુ વરુએ આવક કરતાં ૧૪૭.૮% વધુ બેનામી મિલકત વસાવી છે. તેમની પાસેથી ૧.૨૬ કરોડની બેનામી મિલકત મળી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution