માથામાં 1-2 સેફદ વાળ દેખાય છે? તો કરો માત્ર આ 1 ઉપાય

અત્યારે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. પરંતુ જો સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો આખું માથું સફેદ થતાં વાર નથી લાગતી. સફેદ વાળ થતાં રોકવા માટે સૌથી અસરકારક ઉપાય ઘરેલૂ નુસખાઓ જ છે. જેનાથી અગર વાળને ફાયદો ન પણ થાય તો નુકસાન પણ થતું નથી. જેથી આજે અમે તમને એવો અસરકારક નુસખો જણાવીશું, જે તમારા વાળ સફેદ થતાં રોકશે.

આટલી વસ્તુઓની જરૂર પડશે:

સફેદ વાળ વધુ સફેદ ન થાય તેના માટેનો એક ખાસ અને સરળ ઉપાય ઘરે જ કરી શકો છો. આ ઉપાય માટે 3 વસ્તુઓની જરૂર પડશે 2 આમળા, 4 ચમચી દહીં અને 1 લીંબુનો રસ.

આ રીતે તૈયાર કરો પેસ્ટ :

સૌથી પહેલાં આમળા લઈને તેને મિક્સરમાં પીસી લો. જરૂર પડે તો 1 ચમચી પાણી પણ નાખી શકો છો. પછી તેમાં દહીં અને છેલ્લે લીંબુનો રસ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. આ પેસ્ટ 10 મિનિટ રાખી મૂકો. પછી વાળમાં અડધાં કલાક માટે લગાવી વાળ ધોઈ લો.

આ સ્પેશિયલ હેર પેસ્ટ સપ્તાહમાં 3 વાર લગાવવાથી જલ્દી ફરક દેખાશે અને તમારા વાળ વધારે સફેદ નહીં થાય અને જે વાળ સફેદ થઈ ગયા છે તે પાછાં કાળા થવા લાગશે.  

આટલી કાળજી રાખો :

વાળને વારંવાર કલર કરવો નહીં. વધારે પડતાં ઈલેક્ટ્રોનિર ઉપકરણો વાળમાં પ્રયોગ કરવા નહીં. તડકામાં જાઓ ત્યારે વાળ ખુલ્લા રાખવા નહીં અને માથું ઢાંકીને જ બહાર નીકળવું. નહીં તો વાળ જલ્દી સફેદ થવા લાગશે. વાળને હેલ્ધી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી અને ટેન્શનથી બચવું ખૂબ જ જરૂરી છે. નહીં તો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution