ડીપી મનુએ તાઈવાન એથ્લેટિક્સ ઓપન 2024માં 81.58 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો


તાઈપેઈ  તાઈવાન) : ભારતના ડીપી મનુએ શનિવારે અહીં તાઇવાન એથ્લેટિક્સ ઓપન 2024માં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં 81.58 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુએ 78.32 મીટરના થ્રો સાથે સ્પર્ધાની શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજા પ્રયાસમાં તેને 80.59 મીટર કરી દીધી હતી. આ ઈવેન્ટમાં ભાગ લેનાર 12 સ્પર્ધકોમાં ભારતીય એથ્લેટ એકમાત્ર વિદેશી સહભાગી હતો. અંતિમ રાઉન્ડમાં મનુ ચોથા થ્રોમાં નિષ્ફળ ગયો હતો. પરંતુ પછીના પ્રયાસમાં તેણે 81.52 મીટરની બરછી ફેંકી હતી. છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં મનુએ તેનો પાછલો રેકોર્ડ તોડી નાખ્યો અને 81.58 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે તાઇપેઇના ચાઉ ત્સુન ચેંગે 76.21 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. જયારે તેના દેશબંધુ ચાઉ હોંગ હુઆંગે 71.24 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે કાંસ્યપદક જીત્યો. મનુએ તાજેતરમાં ભુવનેશ્વરમાં ફેડરેશન કપમાં 82.06 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ 82.27 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.જ્યારે મનુએ પેરિસ ઓલિમ્પિક માટે 85.50 મીટરના ક્વોલિફાઇંગ માર્કને પૂર્ણ કરવાનું બાકી છે. તાઈવાન એથ્લેટિક્સ ઓપન એ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર પર એક બ્રોન્ઝ-લેવલ ટૂર્નામેન્ટ છે જેમાં મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution