નવી દિલ્હી: ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડકપ 2024માં ટાઈટલ જીત્યું છે. ટીમની જીતમાં ખેલાડીઓ ઉપરાંત કોચની પણ મહત્વની ભૂમિકા રહી છે. આ દરમિયાન ટીમના સપોર્ટિંગ સ્ટાફમાં એક એવો ખેલાડી હતો જે ભારતને ચેમ્પિયન બનાવવા માટે પડદા પાછળ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો હતો. આ કોઈ ખેલાડી કે કોચ નથી પરંતુ ટીમને થ્રોડાઉન આપનાર રાઘવેન્દ્ર છે. રાઘવેન્દ્રએ કેટલીય વખત કબ્રસ્તાનમાં સૂઈને રાત વિતાવી હતી અને ભારતીય ટીમના "થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ" તરીકે રાઘવેન્દ્રની ભૂમિકાથી દરેક વ્યક્તિ વાકેફ છે. પ્રેક્ટિસ સત્રો દરમિયાન ખેલાડીઓને 'થ્રોડાઉન' પ્રદાન કરવામાં તેમનો અનુભવ અને પ્રતિભા અપાર છે. રઘુનો બોલ રમ્યા પછી, તેને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની પીચોની ઝડપ અને ઉછાળ અનુસાર રમત રમવામાં વધારાની મદદ મળે છે. તે ખૂબ જ મદદરૂપ છે. માત્ર હું જ નહીં પરંતુ ઘણા દિગ્ગજો પણ રાઘવેન્દ્રની પ્રશંસા કરે છે. વિરાટ કોહલીનું કહેવું છે કે 2013થી તે ઝડપી બોલરોને ખૂબ સારી રીતે રમી રહ્યો છે. રઘુએ આમાં સહયોગ આપ્યો છે.
બોક્સ થ્રોડાઉન શું છે?
થ્રોડાઉન એટલે બેટ્સમેનોને નેટમાં પ્રેક્ટિસ કરાવવી. રાઘવેન્દ્ર ભારતીય ટીમના દરેક ખેલાડીને નેટ્સ દરમિયાન પીચની અડધી લંબાઈના અંતરેથી ઝડપી બોલિંગનો સામનો કરવા માટે અદ્ભુત પ્રેક્ટિસ આપે છે. આ સાથે, દરેક ખેલાડી ઉછળતા બોલથી પ્રેક્ટિસ કરે છે. આને થ્રોડાઉન કહેવામાં આવે છે.